પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૬
વરણામા, તા. ૧૫-૩-'૫૯
યોગીજી મહારાજ યુવકોને કહે '...સ્વામીની સેવામાં હું એકલો લખનારો હતો. દસથી પંદર કાગળ લખી વંચાવી લઉં. સહી ન કરે. તે દી' અક્ષર બહુ સરસ. મારા અક્ષર વિનુભાઈ ઉકેલે... 'લેટર' મારો ઉકલે છે ? અક્ષર સુધારવાની વૃત્તિ બહુ રહે છે. પણ સુધરતા નથી. ચાલીસ વર્ષ પહેલાં અક્ષર બહુ 'ફાઈન' 'મોતીના દાણા જેવા... મોતીના દાણા જેવા નહિ પણ સાધારણ આવે. સ્વામીના, નિર્ગુણ સ્વામીના સારા. ઉતાવળ બહુ તેથી સુધરે નહિ.'
અહીં એક યુવકને વર્તમાનમાં નહિ જેવો ફેર પડતાં સ્વામીશ્રી તેને સમજાવતાં કહે, 'મને ખબર નહિ, હું ભોળા જેવો, પણ બીજાએ મને આવીને કહ્યું...' વર્તમાન પળાવવાની કેટલી ચાડ ! સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે ને - 'સૂણી પારકા દોષને દાટે, તે તો જીવના રૂડા થવા માટે...'
અહીં એક દિવસ નહાતાં નહાતાં કહે, 'ખાખરાની ખિસકોલીને આંબાના રસનો સ્વાદ ખબર ન પડે. તમને બધાને એ આંબાનો રસ ચખાડવો છે.' જાણે એ રસ પોતે મહાણતા ન હોય ! એમ કહી ખૂબ હસ્યા. !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-36:
Only through Upasana of God Can One see the Atma and Brahma
“I have heard all of the scriptures and have formed a principle. I have also travelled throughout this land and seen many realised yogis.” So saying, He narrated the stories of Gopãldãsji and other sãdhus. He then continued by saying, “I believe that it is impossible to see the ãtmã and Brahma without the upãsanã and meditation of God’s form. Only through upãsanã can the ãtmã and Brahma be seen; without it, they cannot be seen. In fact, wishing to see the ãtmã and Brahma without upãsanã is like attempting to lick the sky with one’s tongue; even if one tries for a hundred years, one will never be able to taste it as sour or salty. Similarly, the ãtmã and Brahma simply cannot be seen without the upãsanã of the form of God – regardless of the efforts one may resort to…”
[Gadhadã III-36]