પ્રેરણા પરિમલ
વ્યસનમુક્તિ અને ભગવાનમાં પ્રીતિ
મલાવીવાળા મામતોરા સ્વામીશ્રીને મળતાં મળતાં ગળગળા થઈ ગયાઃ 'બાપા! પંદર વર્ષ પહેલાં હું દારૂનો અઠંગ વ્યસની હતો. અચાનક આપનાં દર્શને આવવાનું થયું. આપે પ્રેમથી મને દારૂ મૂકવા સમજાવ્યો. આપના આશીર્વાદથી, આપના બળે એ દિવસથી દારૂ મુકાઈ ગયો. આજે હું અત્યંત સુખી છું.' ગળગળા સાદે બે હાથ જોડીને સ્વામીશ્રીને પ્રાર્થના કરતાં તેઓ કહેઃ 'બાપા! એવા આશીર્વાદ આપો કે બીજાને પણ હું વ્યસનમુક્ત કરી શકું.'
સ્વામીશ્રીએ તેમના પર પ્રસન્ન થઈને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે 'તમે સુખિયા થયા છો તો હવે તમારી જેમ બીજાને પણ સુખિયા કરજો. વ્યસનમુક્તિની વાત કરવી જ. તેનાથી ખૂબ લાભ થશે અને જીવમાં ભગવાનની ભક્તિ ઉદય થશે.' (તા. ૩૦-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Panchãlã-4:
Why God Takes a Human Form
"If God does not become like a human and instead behaves with complete divinity, then people would not be able to develop affection or feelings of affinity for Him. Why? Because a human develops affection and affinity for another human…"
[Panchãlã-4]