પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-10-2017, લૅસ્ટર
આજે નામધારી શીખ સંપ્રદાયના પ્રતિનિધિઓ મળવા માટે આવ્યા હતા. તે પાંચ અગ્રણીઓમાંના એકની આંખમાં આંસુ હતાં. તેમનું નામ અત્તરસિંઘ મથારુ હતું. તેમને જ્યારે તેમનો અનુભવ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે મેસેજ દ્વારા જણાવ્યું કે ‘સ્વામીશ્રીને મળવાનો અનુભવ ખૂબ જ સુખદાયક હતો. શાંતિપ્રદ હતો. વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી. અમને એવું લાગતું હતું કે અમે અમારા ગુરુજીઓની પાસે છીએ. તેમણે અમને જે પ્રસાદ આપ્યો તેની ઉપર સફેદ ગુલાબની ત્રણ પાંખડીઓ હતી. મેં જોયું કે એક પાંદડી સ્વામીજીનાં ચરણ પર પડી. હું નીચે નમ્યો અને તે પાંદડી લઈ લીધી. આ પાંદડી હું હંમેશાં સાચવી રાખીશ. હું ખૂબ ભાગ્યશાળી છું કે મને આવા મહાપુરુષનાં દર્શન થયાં. અને મારી આંખમાં હર્ષાશ્રુ આવ્યાં, કારણ કે હું જાણતો હતો કે હું જે કંઈ પણ સ્વામીશ્રીને પ્રાર્થના કરીશ તે સીધી જ સદ્દ્ગુરુ ઉદયસિંઘજીની પાસે પહોંચી જશે. ધ્યાન વગેરે આધ્યાત્મિક સ્થિતિ પામવામાં આપણને આખી જિંદગી લાગી જાય, જ્યારે આવા મહાપુરુષની કૃપાથી તે સેકંડોમાં થઈ જાય. મારી ઇચ્છા ફરી વાર તેઓનાં દર્શન કરવાની છે.’
પછી તેમણે વિનંતી કરી કે ‘પ્લીઝ, પ્લીઝ, પ્લીઝ...! જ્યારે પણ સ્વામીજી પુનઃ પધારે ત્યારે મને અવશ્ય જણાવજો. જો મારા ભાગ્યમાં હોય તો મારે તેઓ સાથે કેટલીક ક્ષણો વિતાવીને ધ્યાન અને જિંદગી વિષે ઘણું બધું શીખવું છે.’
Vachanamrut Gems
Gadhadã II-55:
I do nothing for my own personal enjoyment
“… In fact, all of My activities are for the sake of the devotees of God; there is not a single activity which I perform for My own personal enjoyment.”
[Gadhadã II-55]