પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-10-2017, લૅસ્ટર
સ્વામીશ્રી સભામાં પધાર્યા. અહીં ‘ઇતિ વચનામૃતમ્ !’નો કાર્યક્રમ રાખ્યો હતો. પુરાણીએ વાંચવાનું શરૂ કર્યું .
સત્પુરુષને કેવા જાણવા તે વિષયક થોડી ચર્ચા થઈ. અલગ-અલગ મત પડ્યા. જેવા કે સાધુતાના સુમેરુ. મૅનેજમેન્ટ... પછી સ્વામીશ્રીને જ વિનંતી થઈ કે ‘સત્પુરુષનો યથાર્થ મહિમા આપ જ કહી શકો, માટે આપ કૃપા કરીને સત્પુરુષનો મહિમા જણાવો.’
સ્વામીશ્રીએ કહ્યું : ‘એ અખંડ ભગવાનને ધારી રહ્યા છે. એ મોટામાં મોટું સામર્થ્ય છે. બીજું બધું થઈ શકે, પણ ભગવાનને ધારવા તે ન થઈ શકે.’
ત્યારપછી પ્રશ્નોત્તરીનો દોર શરૂ થયો.
પ્રશ્ન : સભાના પ્રારંભમાં ‘દિવ્ય સભાપતિરાય...’ એ કીર્તન ગવાઈ રહ્યું હતું. તે વખતે આપ ધ્યાનમાં બેસી ગયા હતા. તો આપ કઈ મૂર્તિનું ધ્યાન કરતા હતા ?
સ્વામીશ્રી કહે : ‘સીધે સીધી વાત છે, યોગીબાપા મળ્યા એમનું ધ્યાન કર્યું.’
Vachanamrut Gems
Gadhadã II-35:
Crossing the ocean
“Also, realise that to try to attain liberation by only observing dharma without the other three attributes – upãsanã of God’s form, narrating and listening to God’s divine incidents, and chanting His holy name – would be as difficult as trying to cross the ocean after tying gourds to oneself. Yet, though a person has the refuge of the form of God; though he narrates and listens to God’s divine incidents and though he chants the name of God, if he does not observe dharma, he should be known to be as foolish as one who tries to cross the ocean carrying a stone slab upon his head; he should also be known to be like an outcast.”
[Gadhadã II-35]