પ્રેરણા પરિમલ
ધામગમનની પ્રતીતિ
પ્રવીણસિંહ ઝાલા, નિર્મળસિંહ રાણા તથા રાજેન્દ્રસિંહ ઝાલા અને એમના પરિવારને સ્વામીશ્રી મળ્યા. તેઓનાં માતુશ્રી થોડાક દિવસો પહેલાં અક્ષરનિવાસી થયાં હતાં. ધીરૂભા રાણા અને એમના આ પરિવારમાં પહેલેથી જ નિષ્ઠાનો સત્સંગ અને સ્વામીશ્રી સહિત શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનો સૌએ ખૂબ જ લાભ પણ લીધો હતો. સૌના જીવમાં સત્સંગ.
નિર્મળસિંહ રાણાએ પોતાના અનુભવની વાત કરતાં કહ્યું કે, 'આમ તો કોઈ જ્યારે 'અંતકાળે મહારાજ લેવા આવ્યા' - એમ કહેતું તો મનાતું નહોતું, પરંતુ મારાં માતુશ્રીને જ્યારે પ્રત્યક્ષ મેં જોયાં ત્યારે હવે મને મનાય છે. તેઓના ધામમાં જવાની થોડીક ક્ષણો બાકી હતી અને એ વખતે ઘડીએ ઘડીએ મૂર્તિ સામે નિર્દેશ કરીને રાજેન્દ્રને કહે, 'સ્વામી પધાર્યા છે, એટલે જલ્દી વ્યવસ્થા કર.' લગભગ આ રીતે કલાક સુધી તેઓ બોલતા રહ્યા અને કલાક સુધી આપે અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે તેઓને દર્શન આપ્યાં અને છેલ્લે તેઓ અક્ષરનિવાસી થયાં.'
આ સાંભળીને સ્વામીશ્રી કહે, 'તેઓ મુક્ત હતાં, મહારાજ એમને દુઃખ વગર લઈ ગયા. બધું કુટુંબ પણ છેલ્લે ભેગું થઈ ગયું, એટલે બધાને મળી લેવાયું.'
'અંતકાળે મારા જનને જરૂર તેડવા આવવું;
બિરુદ મારું ન ફરે તે સૌ જનને જણાવવું.'
શ્રીજીમહારાજે કહેલું આ બિરુદ આજે પણ તેઓ પોતાના પરમ એકાંતિક સંત પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પૂર્ણ કરે છે તેની પ્રતીતિ સૌને આ પ્રસંગથી વિશેષ દૃઢ થઈ.
(૧૧-૧૧-૨૦૦૪, ગોંડલ)
Vachanamrut Gems
Gadhadã II-53:
The scriptural definition of 'delusion'
“The characteristic of delusion as described in the scriptures is as follows: When delusion pervades one’s heart, one simply cannot perceive one’s own flaws. Thus, not being able to perceive one’s own flaws is, in fact, the very definition of delusion.”
[Gadhadã II-53]