પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૨
કરખડી, તા. ૫-૩-'૫૯
કરખડીથી લતીપુરા જવા યોગીજી મહારાજ બપોરે ઠાકોરજી જમાડીને, કથા કરીને તુરત મોટરમાં મોભારોડ સ્ટેશને પધાર્યા. યુવકોને આજે ઉપવાસ હતો. સૌ એસ.ટી.માં મોભારોડ આવી પહોંચ્યા. ગાડીને આવવાની વાર હતી. યોગીજી મહારાજ મારો હાથ પકડી પ્લેટફોર્મ બહાર લઘુ કરવા પધાર્યા. પછી પાછા ફરતાં મારો હાથ જોવા લાગ્યા અને બોલ્યા કે 'ગુણાતીતાનંદ સ્વામીએ એમના નાનાભાઈનો હાથ જોઈને કહ્યું હતું કે આ સાધુ થશે તે નાના શિવાનંદ સ્વામી થયા.' એટલામાં વિનુભગતે હાથમાં એક રેખા બતાવતાં કહ્યું કે, 'આ સાધુની રેખા છે.' પછી તો બધા યુવકો પોતાનો હાથ યોગીજી મહારાજને બતાવવા લાગ્યા. દરેકને યોગીજી મહારાજ કહે, 'તમે સાધુ થશો... તમે પણ સાધુ થશો...'
એક હરિભક્ત ત્યાં ઊભા હતા. તેમણે પણ પોતાનો હાથ ધર્યો. તેમના હાથમાં પણ એવી જ રેખા હતી છતાં યોગીજી મહારાજ કહે, 'આ તમારી પૈસાની રેખા છે.' પછી બધા યુવકોને કહે, 'પ્રારબ્ધ ઊડી ગયા !' એમ કહી ખૂબ હસ્યા અને સૌને આનંદ કરાવ્યો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-15:
What is The Reason Behind Godly And Demonic Jivas?
Thereupon Shobhãrãm Shãstri asked a question: “Mahãrãj, there are two types of jivas: godly and demonic. Have they always been so since eternity, or have they become so due to association?”
Shriji Mahãrãj replied, “In the beginning, during the period of dissolution, both types of jivas, godly and demonic, are absorbed within mãyã. Then, when the cosmos is created, both types of jivas emerge, each with its own nature. There are also those ordinary jivas who become godly or demonic due to association with godly or demonic jivas. Also, there are some godly and demonic jivas who gradually develop such a nature due to the karmas they perform. But mainly, the cause of such godly and demonic natures is the grace or the wrath of the Satpurush…”
[Vartãl-15]