પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-10-2017, લંડન
સ્વામીશ્રી રાત્રે 10-00 કલાકે પોઢવા પલંગ પર બિરાજ્યા. સ્વામીશ્રીએ ટોર્ચથી સૌ સંતો પર પ્રકાશ પાથર્યો. સેવકે પૂછ્યું : ‘કયા વિચારથી આપે બધા સંતો પર ટોર્ચથી પ્રકાશ પાડ્યો ?’
સંતોમાંથી કોઈ કહે : ‘દિવ્યભાવની દૃષ્ટિ, બ્રહ્મરૂપ થઈ જાય.’
સ્વામીશ્રી કહે : ‘બધા જુદું જુદું અર્થઘટન કરે છે.’ પછી કહે : ‘અમારે તો અખંડ વિચાર હોય છે - બધા બ્રહ્મરૂપ થાય. નીલકંઠવર્ણીની રોજ પ્રદક્ષિણા કરું છું ત્યારે બધા બ્રહ્મરૂપ થાય એવો વિચાર રાખું છું.’
આપણે સ્વામીશ્રીને પ્રદક્ષિણા કરતા જોઈએ છીએ પણ પ્રદક્ષિણા કરતાં કરતાં પણ તેઓ આપણા જ વિચાર કરે છે તે તો આજે જાણવા મળ્યું.
Vachanamrut Gems
Gadhadã III-4:
No matter how a devotee dies, he will reach God
“In this world, many sinful people die with full consciousness. Also, a soldier or a rajput who has injured his body may die while being fully conscious. That being so, will a non-believer who dies with full consciousness still attain liberation, despite being a non-believer? Of course not; he will certainly be consigned to narak. Conversely, regardless of whether a devotee of God dies in a disturbed state due to the influence of bãdhitãnuvrutti or while engaged in the chanting of God’s name, that devotee still reaches the holy feet of God.”
[Gadhadã III-4]