પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-10-2017, લંડન
પૂજા પૂર્ણ થયા બાદ સ્વામીશ્રી કક્ષમાં ઔષધ લેવા પધાર્યા. તે દરમિયાન સંપ-દિનના કાર્યક્રમ અંતર્ગત સ્વામીશ્રીના આશીર્વાદ પૂર્વે સ્ટેજ પર ઊભેલા ચાર હરિભક્તોના માથા ઉપર સ્વામીશ્રીએ વારાફરતી છડી અડાડવાની હતી.
આ વાત સ્વામીશ્રીને સેવક સંતે સમજાવી અને પૂછ્યું : ‘છડી અડાડવી છે કે હાથ મૂકવો છે ?’
સદાય ગુરુમહિમામાં લીન સ્વામીશ્રી કહે : ‘છડી તો બાપા(પ્રમુખસ્વામી મહારાજ)ને શોભે. એટલે હાથ મૂકીશું.’
આદર્શસ્વરૂપદાસ સ્વામીએ કહ્યું : ‘એક જ છો ને !’
દાસભાવ ન મૂકતાં સ્વામીશ્રી કહે : ‘હા, પણ હાથ મૂકીશું.’
સ્વામીશ્રી સ્ટેજ પર પધાર્યા ને અગાઉ સમજ્યા મુજબ ચારેય હરિભક્તોના માથે હાથ મૂક્યો.
Vachanamrut Gems
Gadhadã II-33:
Even if I were a thousand miles away...
“If a person firmly observes the vow of non-lust, then he is never far from God – whether he is in this realm or beyond. Moreover, My affection for such a person never diminishes. In fact, the very reason that I have stayed here is because of these devotees’ firm resolve to observe the vow of non-lust. If a person strictly observes that vow, then even if I were a thousand miles away from him, I would still be close to him. Conversely, if a person is slack in his observance of the vow of non-lust, then even if he is beside Me, he is as good as a hundred thousand miles away. In fact, I do not like to be served by such a person…”
[Gadhadã II-33]