પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૭૦
મુંબઈ, તા. ૧૧-૧૦-૧૯૬૯
સવારે મંદિરના વ્યવહારની વાત નીકળી. યોગીજી મહારાજે જૂની વાતો સંભારતાં કહ્યું, 'મને શાસ્ત્રીજી મહારાજે કહેલું તમારે મહાપૂજા કરાવવી. એમની આજ્ઞાથી ગોંડલની મહાપૂજા કરાવું છું. હું સો માણસની રસોઈ એકલો કરતો. વાસણ ઊટકું, અનાજ સાફ કરું, બધી સેવા હું કરું. કુબેરભાઈ કહેતા, 'જોગી આટલી સેવા કરે પણ પોતા માટે એક ધાબળી ન માંગે.' એટલે કુબેરભાઈને બહુ ગુણ. મેં મારે માટે કાંઈ માગ્યું નથી. ઠાકોરજી માટે માંગું છું' બધાં મંદિરો પ્રત્યે સમદૃષ્ટિ અને સેવા સાથે નિઃસ્પૃહીપણું રાખવા સ્વામીશ્રીએ સમજાવ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-39:
A Word for the Seniors
“For those who are senior amongst you, the observance of the vow of non-lust is an absolute must. If one has a deficiency in some other aspect, it may well do, but firmness in this is absolutely essential…”
[Gadhadã II-39]