પ્રેરણા પરિમલ
ટાઈમ ટુ ટાઈમ...
ગોંડલમાં ઠંડીના દિવસો હતા. ઓરડામાં હીટર ચાલુ હતાં. કૃષ્ણવલ્લભ સ્વામી તેની નજીક બેઠા હતા. તે જોઈ સ્વામીશ્રી કહે, 'ગામડાંમાં શિયાળામાં ફળિયા વચ્ચે જ તાપણું કરે, ફરતા વીંટળાઈને સૌ બેસે; કોઈ તાપે, કોઈ દાતણ કરે...'
'આપ એ રીતે દાતણ કરતા હશો ?' સેવકે પૂછ્યું.
'કર્યું જ હોય ને !'
'બહુ ઠંડી હોય તો ખસવાનું મન ન થાય, ત્યારે આખું દાતણ પૂરું થઈ જતું હશે, કેમ ?'
'પહેલેથી એવી ખોટી આદત નહિ. ટાઇમ ટુ ટાઇમ બધું થાય. ટાઇમ થાય એટલે પતી જાય. ટાઇમ વેસ્ટ કરવો એવું પહેલેથી જ નહિ. દાતણમાં કલાક કાઢવાનો નહિ...'
આમ કહેતાં સ્વામીશ્રીએ નાની નાની વાતમાં પણ પોતાની ચોકસાઈ વિશે જણાવ્યું, અને વ્યર્થ કાળ નિર્ગમન કરવો નહિ એવો આદેશ પણ આપી દીધો. સ્વામીશ્રીની સમયની ચોક્કસાઈ ૮૫ વર્ષે પણ દાદ માંગી લે તેવી છે.
Vachanamrut Gems
Gadhadã II-66:
Pray to God to Recognise and Destroy one's Faults
“For those faults which one cannot recognise, one should pray to God: ‘Mahãrãj, please be compassionate and destroy whichever faults I may have’ …”
[Gadhadã II-66]