પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૦૦
મુંબઈ, તા. ૮-૮-'૬૧
જૂનાગઢના સદ્ગુરુ સ્વામી અક્ષરપુરુષદાસજીએ લખેલું (હસ્તલિખિત) અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનું જીવનચરિત્ર અહીં સ્વામીશ્રી પાસે રોજ વંચાતું હતું. શ્રીજીમહારાજે વડતાલમાં મોટેરા સંતોને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા બહુ કહ્યો. તે પ્રસંગમાં મહારાજ બોલ્યા કે 'અમે એમાં (સ્વામીમાં) રહીને સેવા અંગીકાર કરશું.'
આ શબ્દો સાંભળી વજુભાઈ શેઠે સ્વામીશ્રીને પૂછ્યું, 'બાપા ! હમણાં પણ એમ જ છે ને ?'
એટલે સ્વામીશ્રી કહે, 'હા, એમ જ છે. એ જ મુદ્દો છે !'
કથામાં એક હરિભક્તે પૂછ્યું, 'કસોટીમાં ક્યાં સુધી રહેવું ?'
ત્યારે સ્વામી કહે, 'કાયમ.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-60:
One Should Not Consider all Sãdhus to be Equal
“… Similarly, if a person in this world believes, ‘As far as I am concerned, all sãdhus are equal. Who is good and who is bad?’ – then even if he is considered to be a satsangi, he should be known to be a non-believer…”