પ્રેરણા પરિમલ
ભગવાન પ્રત્યેની શ્રદ્ધા...
(તા. ૧૦-૦૧-૨૦૦૮, મુંબઈ)
વ્હીલચૅરમાં વિરાજીને સ્વામીશ્રી લિફ્ટ તરફ જઈ રહ્યા હતા એ દરમ્યાન હરારેથી આવેલા હસમુખભાઈ ઊભા હતા. તેઓના મોટાભાઈ બાબુભાઈને લઈને ખાસ દર્શને આવ્યા હતા. પોતાના મોટાભાઈનો પરિચય આપતા તેઓએ સ્વામીશ્રીને કહ્યું કે 'આ મારા મોટાભાઈ બાબુભાઈ છે. ૮૫ વર્ષના છે. ૮૫ વર્ષ સુધી જીવનમાં હજી એક પણ મંદિરમાં તેઓએ પગ મૂક્યો નથી. પહેલી જ વખત તેઓ મંદિરમાં આવી રહ્યા છે અને એનું કારણ છે આપનાં દર્શનની ઇચ્છા.
પરિચય દરમ્યાન સ્વામીશ્રીએ ભાદરણમાં શામળભાઈ ચતુરભાઈના પરિવારની વાત કરી અને તેઓને કહ્યું કે 'તમે પણ એ જ પરિવારમાંથી આવો છો.' આટલું કહીને તેઓના પિતાશ્રી અને કાકાની લાક્ષણિકતાઓ સ્વામીશ્રીએ કહી સંભળાવી. તેઓ ખૂબ રાજી થયા. છેલ્લે સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં કહ્યું : 'તમે તો અમારા જ છો. એટલે હવેથી મંદિરમાં આવજો.'
સ્વામીશ્રીનો આવો નિઃસ્વાર્થ પ્રેમ હજારો હૈયાઓમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધાની જ્યોતિ પ્રજ્જવલિત કરે છે.
Vachanamrut Gems
Gadhadã II-31:
One's Choice of Worship Governs the Outcome
“… Similarly, when the jiva worships God in the form of Brahmã and other gods, it attains fruits in the form of dharma, arth and kãm. But, when it worships the avatãrs of God – Rãm, Krishna and others – it becomes brahmarup and attains liberation…”
[Gadhadã II-31]