પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-1-2017, અમદાવાદ
થોડા સમય પહેલાં રાંદેસણમાં યુવતી તાલીમ કેન્દ્રની શરૂઆત થઈ છે. આ તાલીમ કેન્દ્રમાં જોડાયેલાં યુવતીઓએ પ્રાર્થનાઓ લખીને તે પ્રાર્થનાઓ સમર્પણના પ્રતીકરૂપ યજ્ઞકુંડમાં મોકલી હતી.
તે સ્વામીશ્રી પાસે પ્રસાદીભૂત કરવા લાવ્યા. સ્વામીશ્રી ઠાકોરજી બાજુ ઇશારો કરતાં કહે : ‘પહેલાં ઠાકોરજીને ધરાવો.’ એટલે પ્રાર્થનાઓ ઠાકોરજીને ધરાવાઈ. પછી સ્વામીશ્રીએ તે પ્રાર્થનાઓનો સ્પર્શ કરીને પ્રસાદીની કરી.
સ્વામીશ્રી પોતાની પાસે આવતી પ્રત્યેક વસ્તુ પહેલા ઠાકોરજીને જ ધરાવડાવે - એ પદાર્થ હોય કે પ્રાર્થના હોય.
Vachanamrut Gems
Panchãlã-3:
A Devotee Possessing Gnan is Superior to All
"… Understanding this firmly, he who develops vairãgya towards everything else and offers bhakti to God while observing swadharma is known to possess ekãntik bhakti and gnãn. Such a devotee possessing gnãn is superior to all…"
[Panchãlã-3]