પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-1-2017, અમદાવાદ
સ્વામીશ્રીના અલ્પાહાર પૂર્વે બ્રહ્મવિહારીદાસ સ્વામીએ પોતે અનુભવેલો એક પ્રસંગ જણાવ્યો કે -
“બે દિવસ પહેલાં છઠ્ઠી તારીખે તેમને એક અગત્યની મીટિંગ માટે દિલ્હી જવાનું થયું હતું. સ્વામીશ્રીના આશીર્વાદ લઈને તે ત્યાં પહોંચ્યા. મીટિંગ સફળતાથી પૂરી થઈ. તેમણે જોડેના સંતને પ્રમુખસ્વામી મહારાજની લાક્ષણિકતાની સ્મૃતિ કરતાં કહ્યું કે ‘પ્રમુખસ્વામી મહારાજ હોત તો અત્યારે ફોન આવ્યો જ હોત !’ અને એટલામાં તો સ્વામીશ્રીનો ફોન આવ્યો !!”
આ પ્રસંગનો ઉલ્લેખ કરીને તેઓ કહે : “હું તો સ્થિર જ થઈ ગયો. થોડી વારમાં સ્વામીશ્રીનો ફરી ફોન આવ્યો - ‘મિષ્ટાન્ન લેજો, અને આવો ત્યારે ભેટજો.’ પછી હું જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે સ્વામીશ્રી સામેથી ભેટ્યા.
એ જ અંતર્યામીપણું ને એ જ હેત જોઈને પ્રતીતિ દૃઢ થઈ ગઈ કે આ સ્વામીબાપા જ છે.”
Vachanamrut Gems
Loyã-8:
How to Become Calm or More Active
Shriji Mahãrãj Himself replied, "If a person who is overactive thinks, 'I am the ãtmã, Brahma, genderless, and stable like ãkãsh,' and he attains the upsham state through such thoughts, then he becomes calm. If a person who is calm wishes to become more active, then he should realise the greatness of God and His devotees. When he realises the greatness of God, he engages in the nine types of bhakti and performs the menial service of the devotees of God. Consequently, his nature becomes more active."
[Loyã-8]