પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્વામીશ્રી ભ્રમણ કરીને ખુરશી ઉપર વિરાજમાન હતા, સામે સંતો બેઠા હતા. ત્યાગરત્ન સ્વામીએ વિનંતી કરતાં સ્વામીશ્રીને કહ્યું : ‘આપ જે દુઃખ સહન કરો છો, એ 800 સંતોમાં વહેંચી દેવું જોઈએ.’
આ સાંભળીને મંદ સ્મિત કરતાં સ્વામીશ્રી કહે : ‘એક દહાડોય ઊભું ન રહેવાય.’
યોગીચરણ સ્વામી કહે : ‘ટ્રાય તો કરો ! આપ કહો છો એ બરાબર છે, એક દહાડો ઊભું ન રહેવાય, તો એક એક કલાક વહેંચી લઈશું.’
સ્વામીશ્રી કહે : ‘સૌ સૌની રીતે ભોગવી લે એ સારું છે.’
સ્વામીશ્રી લાખો હરિભક્તોનાં કેટકેટલાં દુઃખ વણકહ્યે સહન કરતા હશે કે બોલી ઊઠ્યા કે એક દહાડોય ઊભું ન રહેવાય !
Vachanamrut Gems
Panchãlã-7.9:
God's Divinity
"In this way, the manifest form of Purushottam Nãrãyan is the cause of all; He is forever divine and has a form. One should not perceive any type of imperfections in that form…"
[Panchãlã-7.9]