પ્રેરણા પરિમલ
એ પ્રસંગ ઈદમ સાંભરી આવ્યો...
(તા. ૦૨-૦૧-૨૦૦૮, મુંબઈ.)
એન્જિયોગ્રાફી બાદ કેથલૅબના અનુભવોની વાત નીકળતાં સેવક સંતે સ્વામીશ્રીને પૂછ્યું : 'એન્જ્યોિગ્રાફી દરમ્યાન આપને કોઈ ટેન્શન ન થયું ?'
સ્વામીશ્રી કહે, 'ટેન્શન શેનું રહે? આપણે તો ભજન કરતા હતા ને સામે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી એનાં દર્શન કરતો હતો.' ત્યારપછી રહસ્યની અને મુદ્દાની વાત કરતાં સ્વામીશ્રી કહે, 'એક બાજુ એન્જિયોગ્રાફી ચાલુ હતી. સામે હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરતાં કરતાં હું વિચારે ચડી ગયો - શાસ્ત્રીજી મહારાજે મને સાધુ કર્યો હતો એ આખો પ્રસંગ ઇદમ્ સાંભરી આવ્યો. રાત્રે હરજીવનદાસે મને વાત કરી અને શાસ્ત્રીજી મહારાજ અડધી રાત્રે મને ભેટ્યા. સવારે યોગી બાપાને મહાપૂજા મોડી કરાવવાની સૂચના આપી. દીક્ષા આપતી વખતે જોગી બાપા સામે બેઠા હતા. શાસ્ત્રીજી મહારાજ બેઠા હતા અને અક્ષરદેરીમાં દીક્ષાવિધિ ચાલુ હતો. શાસ્ત્રીજી મહારાજે સાધુની દીક્ષા આપી ત્યારે જોગી બાપાને કહ્યું કે આશીર્વાદ આપો કે તમારા જેવા ગુણ આવે. એ બધું યાદ આવ્યું. મેં એમને દંડવત્ કર્યા. આ ઇદમ્ યાદ આવી ગયું.'
Vachanamrut Gems
Gadhadã II-33:
Shriji Maharaj's Spiritual Status
“In addition, only the contemplation of God remains within My heart, and although I outwardly meet and mingle with devotees of God, it is solely for the benefit of their jivas. Indeed, the day when I feel that I have developed affection for something other than the devotees of God, I will consider Myself as having been dislodged from My spiritual status. However, I am confident that that would never happen…”
[Gadhadã II-33]