પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૬૬
ગોંડલ, તા. ૧૦-૩-'૬૧
નિત્યકર્મથી પરવારી યોગીજી મહારાજ ઉકાળો પી રહ્યા હતા, એવામાં ગામમાંથી છોટુભાઈ વકીલ આવી પહોંચ્યા. ગોંડલ ગામના પોતાના આ જૂના સખા-ભક્તરાજને જોઈને સ્વામીશ્રી રાજી થતા. તેમના આવતાંની સાથે જ સ્વામીશ્રીએ તેમને વધામણી આપી કે અમે ગઈ કાલથી સાજા થઈ ગયા છીએ. પછી પોતાના પાત્રમાંથી કોરી પ્રસાદી છોટુભાઈને આપવા લાગ્યા, એટલે તેઓ કહે, 'બાપા ! કાલે આપી હતી, અત્યારે ન આપો તો સારું.' (તેમનો આશય સ્વામીશ્રીને જમવામાં વિક્ષેપ નહિ પાડવાનો હતો. નહિ તો એમની પ્રસાદી કોણ છોડી શકે ? પણ માંદગીને કારણે સ્વામીશ્રી નહિવત્ જ જમતા ને તેમાં પણ આવી રીતે સૌને વહેંચી દઈને પોતાનું પાત્ર ખાલી કરી દેતા અને સેવકોને દેખાડતા કે જુઓ હું બધું જ જમી ગયો છું !)
પણ સ્વામીશ્રીએ જરા દૃઢતાપૂર્વક કહ્યું : 'મારે પ્રસાદી આપવી જ છે, ધણીનો કોઈ ધણી છે?...' સદા દાસત્વભાવે વર્તતા સ્વામીશ્રીના મુખમાંથી આવા પરભાવના શબ્દો જવલ્લે જ નીકળતા, પણ જ્યારે એમના મુખેથી આવા શબ્દો સાંભળવા મળતા, ત્યારે એમના મુખકમળ ઉપર ક્યારેય ન જોયો હોય એવો અલૌકિક ભાવ પણ અચૂક જોવા મળતો !
-સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-57:
The petty mentality of the jiva
“Also, do not think that only alluring objects obstruct one’s worship of God and insignificant objects do not. After all, the very nature of the jiva is such that some people prefer sweet items, some prefer salty items, some prefer sour items, whereas some prefer bitter items. Thus, it is the petty mentality of the jiva that it keeps even the most insignificant of objects dearer to it than God. But when one considers the greatness of God, no such object can compare to even a millionth of a fraction of His greatness.”
[Gadhadã II-57]