પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-8-2010, ભાવનગર
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘આપે જે વિચરણ કર્યું છે એ કોઈના સ્વપ્નમાં પણ કલ્પનામાં ન આવે. આપે જે વિચરણ કર્યું છે એને કારણે બીજા કોઈને આળસ પોષાય જ નહીં. આ સંસ્થામાં બીજા કોઈ આળસથી બેસી જ ન શકે. વળી, એટલું જ નહીં, નાના-મોટા બધાનાં મન રાજી રાખવાં આપે અદ્ભુત પુરુષાર્થ કર્યો છે. એકના એક હરિભક્તને ત્યાં પાંચ-પાંચ વખત પધરામણીઓ કરી છે.’
સ્વામીશ્રી કહે : ‘શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ તો દસ-દસ વખત ગયા છે. જેટલી વાર કહ્યું એટલી વાર ગયા છે.’
કૃષ્ણવલ્લભ સ્વામી કહે : ‘પણ ત્યારે તો હરિભક્તોને ગોતવા પડતા’તા ને !’
સ્વામીશ્રી કહે : ‘એમણે પાયો નાખ્યો છે, તો એના ઉપર આ ચણતર કરીએ છીએ, બાકી આપણે ક્યાં કર્યું છે ?’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘પણ દરેકના મન રાજી રાખવા માટે આપે એમના ઘરમાં કોઈ પ્રસંગ પણ ન હોય, છતાં આપ ગયા છો. પ્રસંગ વગર પણ એમનેમ જવાનું ?’
સ્વામીશ્રી કહે : ‘એમાં ખોટ શું ?’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘ભીડો તો પડે ને !’
સ્વામીશ્રી કહે : ‘ભીડો દેહને પડે છે, આત્માને ક્યાં પડે છે ? દેહનો વિચાર કરીએ તો કાંઈ થાય નહીં, સેવા પણ થાય નહીં. એ તો કરવાનું જ ન હોય ! દેહ સામે જોવું જ નહીં.’
90 વરસે સ્વામીશ્રીના આ ઉદ્ગાર સાંભળ્યા પછી કોને બેસી રહેવાનું મન થાય ?
Vachanamrut Gems
Gadhadã II-42:
While simultaneously dwelling in Akshardham...
“… In the same way, Purushottam Bhagwãn manifests in whatever form is required in whichever brahmãnd – while simultaneously dwelling in Akshardhãm. Actually, He Himself forever dwells in Akshardhãm. In fact, wherever that form of Purushottam resides, that is the very centre of Akshardhãm.”
[Gadhadã II-42]