પ્રેરણા પરિમલ
સહન કરી લેવુ...
આઠેક મહિનાથી સેવામાં રોકાયેલા સાધકો આજે સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. આ સાધકોએ ગઢડામાં કરેલી સેવાનો અહેવાલ સ્વામીશ્રી સમક્ષરજૂ કર્યો. જયેશભાઈ મોરડિયાએ અમુક પ્રસંગે જે સહન કર્યું હતું એ પ્રસંગનું વર્ણન કરીને વિનંતી કરતાં કહ્યું કે, 'બાપા ! આપના જેવી સાધુતા, સહનશક્તિ અને બ્રહ્મસ્થિતિ થાય એવા આશીર્વાદ અમને સૌને આપજો.'
સ્વામીશ્રી કહે, 'કોઈ મારે, કોઈ કહી જાય કે કોઈ હેરાન કરે તેવા વિપરિત સંજોગોમાં પણ તમે બધાએ જે સહનશીલતા દાખવી છે તો એને બ્રહ્મસ્થિતિ જ કહેવાય. નહીં તો આવા પ્રસંગે, કોઈ ઊભું જ ન રહે, પાછા સારંગપુર પણ ના જાય અને તરત ઘર ભેગા થઈ જાય. મનમાં એમ થાય કે અહીં ક્યાં આવી ગયા ?'
જયેશભાઈકહે, 'એવા પ્રસંગોમાં સંકલ્પો તો ઘણા થતા હતા, પણ એ વખતે આપની સાધુતા યાદ આવી જતી હતી.'
સ્વામીશ્રી કહે, 'એ જ બ્રહ્મ સ્થિતિ છે ને. શૂરવીર હોય એ તો તરત ઊભા થઈ જાય, પણ આપણો તો સાધુતાનો માર્ગછે. સહન કરવાનો માર્ગછે. તો સહન જ કરવું.'
સ્વામીશ્રીએ સત્સંગની આ પાયાની સમજણ સૌનાં હૈયામાં ઉતારી દીધી.
Vachanamrut Gems
Vartãl-3:
Turning the Saline to the Sweet
“… Similarly, the great Purush, like the vadvãnal fire, transforms even the ‘salty’ jivas who are like the saline sea water, into ‘sweet’ jivas.”
[Vartãl-3]