પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૬૧
ગોંડલ, તા. ૩-૩-'૬૧
આજે અમદાવાદથી ચોકસીસાહેબ યોગીજી મહારાજની તબિયત જોવા આવ્યા હતા.
સવારે સ્વામીશ્રી દેરીમાં દર્શન કરી આૅફિસમાં જરા બેઠા હતા. અહીં સેવક ઉકાળો લઈ આવ્યા તે પીતા હતા. તે વખતે વાતચીતમાં કોઈક કટાક્ષપૂર્વક કંઈક બોલ્યું. એટલે તુરત સ્વામી કહે, 'માંદા આગળ આવું ન બોલવું.'
સાંજે સભાપ્રસંગમાં હરિભક્તો સ્વામીશ્રીને કહે, 'આપ કાલે (ગ્રહણની) સભામાં બહુ બેઠા... રોગ જણાતો નહોતો.'
'કાલે રોગ ઊંચો મૂકી દીધો હતો... ઊંચો મૂકી દેવો પડે ને... પછી સાવ પોલ ન ચાલે...'
સૌએ કહ્યું, 'ત્યારે આપ ઇચ્છા પડે ત્યારે રોગ ઊંચો મૂકી દો છો ખરા...'
એ સાંભળી સ્વામીબાપા કંઈ બોલ્યા નહિ, પણ મંદ મંદ હસતાં હસતાં જ એનો ઉત્તર વાળ્યો.
વળી, સેવકો આગળ વાત કરતાં સ્વામીશ્રી કહે, 'અમે દિવ્ય દેહે આજે સાડા ત્રણ વાગે સારંગપુર કળશનાં દર્શન કરવા ગયા હતા. દરેક શિખરમાં (કળશનાં) દર્શન કર્યાં. પાંચ પાંચ દંડવત્ કર્યા. સમાધિસ્થાને પણ દર્શન કર્યાં ને દંડવત્ કર્યા. અંતરમાં શાંતિ શાંતિ થઈ ગઈ...' કેવો અલૌકિક ભાવ !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-33:
Not perceiving flaws in Shriji Maharaj
“… One who perceives any flaws in Me will himself suffer from vicious thoughts both in the waking and dream states. Moreover, he will suffer greatly at the time of his death as well.”
[Gadhadã II-33]