પ્રેરણા પરિમલ
'હોદ્દો હતો જ ક્યાં ?'
એટલાન્ટામાં કાર્યકરો સાથે ગ્રુપ ફોટો લેવાનો હતો. હરિભક્તો બધા ગોઠવાયા હતા. અહીંની પ્રવૃત્તિ સંભાળતા સંતોને પણ સ્વામીશ્રીએ બોલાવ્યા. પણ સ્વામીશ્રીની સંનિધિમાં તેઓ ખુરશી ઉપર બેસવા માટે સંકોચાતા હતા. સ્વામીશ્રી હસતાં હસતાં કહે : 'અમે સામેથી ખુરશી આપીએ છીએ તો લઈ લેને.'
પછી વળી સમજણ આપતાં કહે : 'ખુરશી આપેય ખરી અને જતી પણ રહે, પણ એ વખતે મૂંઝાવાનું નહીં. હોદ્દો આપે અને પછી લઈ લે ત્યારે મનમાં દુઃખ ન થવું જોઈએ. હોદ્દો હતો જ ક્યાં ?' સ્વામીશ્રીએ નિમિત્ત ઉભું કરીને પણ સૌ કોઈ માટે એક લીટીની સમજણની વાત કરી દીધી.
(૧૨-૬-૨૦૦૪, એટલાન્ટા)
Vachanamrut Gems
Loyã-18.11:
Divinity of God in Human Form
"Therefore, although God appears to be like a human, the aforementioned luminosity and bliss all remain in Him…"
[Loyã-18.11]