પ્રેરણા પરિમલ
હેતલપ્રશ્નોત્તરી - ૧
વિદેશની ધરતી પર ઊછરેલા અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગ સાથે જોડાયેલી યુવાપેઢી પ્રમુખસ્વામી મહારાજના હૃદયનો ધબકાર બની ગઈ છે. અને એટલે જ સ્વામીશ્રીની સાથે તેમનો આંતરસંવાદ-હૃદયગોષ્ઠી કોઈ અનોખી વાત્સલ્ય ગંગોત્રી વહાવે છે. કિશોરોના હૃદયમાં ઊઠતી કુમળી શ્રદ્ધાનું જતન પણ એ કિશોરોના નાડપારખુ સ્વામીશ્રી કેવી સલુકાઈથી કરે છે ! તેનું હૃદયંગમ દર્શન એમની સાથેની હેતલ પ્રશ્નોત્તરીનાપ્રત્યેક શબ્દે લાધે છે. અહીં તેની એક આછી ઝલક પ્રસ્તુત છે.
પ્રશ્ન ૧ : આપ વોકિંગ વખતે શું વિચાર કરો છો ?
સ્વામીશ્રી : 'સ્વામિનારાયણ... સ્વામિનારાયણ.. બોલતાં ઘણો ખરો સમય જાય છે. કો'કવાર હરિભક્તોનો કાગળ આવ્યો હોય, તો તેનો પ્રશ્ન કેમ ઉકલે તે વિચાર હોય છે. પણ મોટે ભાગે તો મંત્ર બોલતાં જ સમય જાય છે.'.
Vachanamrut Gems
Gadhadã II-23:
The mind is like a child
“Moreover, the mind is like a child. If a child attempts to grasp a snake, or touch a flame or perhaps hold an unsheathed sword, it becomes upset when it is not allowed to do so; and even if it is allowed to do so, it will hurt itself. Similarly, if the mind is not allowed to indulge in the vishays, it becomes upset; and if it is allowed to indulge in them, it turns away from God, and thus becomes extremely miserable…”
[Gadhadã II-23]