પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૬૦
ગોંડલ, તા. ૨-૩-'૬૧
ઘણીવાર યોગીજી મહારાજ પાસે કેટલાક યુવકો આવે. સ્વામીશ્રી તેમને સમાગમમાં આવવાની, સેવા કરવાની, સાધુ થવાની વાત કરે. ઘણાને સંશય થાય કે સ્વામીશ્રી તો જેને હોય તેને સાધુ જ બનાવવાની વાત કરે છે. આથી એકવાર કથાપ્રસંગમાં સ્વામીશ્રીએ અંતર્યામીપણે જ સૌને ઉદ્દેશીને કહ્યું, 'મોટા પુરુષ લાકડા સાથે માથું નથી અફાળતા, જીવને ઓળખે છે પછી ધબ્બા મારે છે...'
હમણાં હમણાં સ્વામીશ્રી જરા અલૌકિક ભાવમાં વર્તતા હતા. પહેલાં તો આરામનો સમય થયો હોય, પણ કોઈક હરિભક્ત બેઠા હોય તો બેસી રહે, વાતો કરે, પણ હમણાં તો આરામનો સમય થાય એટલે પોતે જ સેવકોને સંભારી ઓરડામાં આરામમાં જતા. પહેલાં ફરતા ત્યારે ઉઘાડે પગે ફરતા અને હમણાં તો લૂગડાંની ગરમ સપાટ માંગીને પહેરી લેતા.
આજે અમાસનું ગ્રહણ હતું - રાત્રે ૫-૦૦થી ૮-૩૫. સ્વામીશ્રી સભામાં પધાર્યા અને બેઠા. ધૂન-ભજનની રમઝટ બોલતી હતી. સ્વામીશ્રી થોડીવાર બેઠા પછી કહે કે આરામ કરવો છે. એમ કહી જે કંતાનના ગાદલા ઉપર બેઠા હતા તેના ઉપર જ પગ લંબાવીને માથે ઓઢી પોઢી ગયા. આવો પ્રસંગ પહેલી જ વાર બનેલો. એથી સૌ સંતો-હરિભક્તો પણ આ લીલા જોઈ બહુ આનંદમાં આવી ગયા અને આ દિવ્ય લીલા નિહાળતા ધૂન-ભજનમાં ગરકાવ થઈ ગયા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-54:
Developing profound attachment for the Bhakta of God
“… Likewise, only one who develops such profound attachment for the Bhakta of God has realised satsang to be the most redemptive of all spiritual endeavours…”
[Gadhadã II-54]