પ્રેરણા પરિમલ
વહેમ રાખવાની જરૂર નથી...
(તા. ૦૨-૦૨-૨૦૦૮, મુંબઈ)
એક પરિવારનો સ્વામીશ્રી પર પત્ર હતો : 'અમારા ઘરમાં અમારા હાથે મૂકેલ સોનાની જણસો ગુમ થઈ છે. આવું બે વખત બન્યું છે ને રૂપિયા પણ આ રીતે ગુમ થઈ જાય છે. ઘરમાં ઘરમંદિર પણ છે, સંતોની પધરામણી કરેલી છે, છતાં આવું કેમ બને છે ? એ સમજણ નથી પડતી. અમને કોઈ પૂર્વજ નડતા હશે ?'
પત્ર વાંચી સ્વામીશ્રી કહે : 'ઘરમાં મંદિર છે ને સંતોની પધરામણી થઈ ગઈ છે એટલે હવે પૂર્વજો નડે તેવો કોઈ વહેમ રાખવાની જરૂર નથી. છતાં મનમાંથી વહેમ દૂર થાય તે માટે ભગવાનના જનમંગલ નામાવલિના પાંચ પાઠ રોજ કરજો. ભગવાન બધું સારું કરશે.'
અને સ્વામીશ્રીની વાત સત્ય ઠરી. જનમંગલ નામાવલિના પાઠથી વહેમ તો દૂર થઈ ગયો, પરંતુ પૂર્વજોના વહેમને બદલે દૃષ્ટિ ચકોર થવાથી થોડા જ દિવસમાં રહસ્ય છતું થઈ ગયું. પૂર્વજોને બદલે ઘરનો નોકર નડતો હતો, તે સ્પષ્ટ થઈ ગયું
Vachanamrut Gems
Gadhadã III-11:
How can one Enjoy the Type of Bliss Enjoyed in Nirvikalp Samadhi?
Muktãnand Swãmi then asked, “How can the type of bliss that a devotee of God enjoys in nirvikalp samãdhi be enjoyed even without samãdhi?”
Shriji Maharaj replied, ""If the devotee has profound attachment and deep love for God and His Bhakta, just like the attachment and love that he has for his own body, then the type of bliss that prevails in nirvikalp samadhi will continue to remain forever, even without that samadhi. That is the only answer."
[Gadhadã III-11]