પ્રેરણા પરિમલ
અમેરિકાની કેટલીક વિશેષતાઓની ...
તા. ૧૭ જૂન, ૨૦૦૭, શિકાગો
અમેરિકાની કેટલીક વિશેષતાઓની વાત નીકળતાં ધર્મજના પ્રકાશ પટેલ સ્વામીશ્રીને કહે, 'અહીં એવું રડાર પણ મળે છે કે પોલીસનું રડાર પણ ઠપ્પ કરી નાખે.'
આ વાતના આધારે જ હેમાંગભાઈ મુખી કહે, 'બાપા! આપ પણ એવું રડાર અમને આપો. જેથી કામ, ક્રોધ, લોભ, મોહ બધું જ ઠપ્પ થઈ જાય.'
સ્વામીશ્રી તરત જ કહે, 'આપ્યું જ છે, પણ ચૂકી જાવ તો એમાં ભગવાન શું કરે? મહારાજે શિક્ષાપત્રી આપી છે તેના નિયમો પ્રમાણે વર્તો તો દોષમાત્ર જામ થઈ જાય.'
સ્વામીશ્રીએ સુદર્શનચક્રના નવા અવતારરૂપ રડારને શિક્ષાપત્રીના નિયમો સાથે સરખાવ્યું, પરંતુ પ્રકાશભાઈ તો કહે, 'બાપા! હું તો એમ કહું છુ _ કે જેમ પોલીસનું રડાર જામ થાય, એમ એવું રડાર અમને આપી દો કે અમે કાંઈ ન કરીએ, તોપણ બધું ટળી જાય.'
સ્વામીશ્રી તેઓના વ્યંગની સાથે પોતે પણ વ્યંગમાં કહે, 'તમે બંને એની ફેક્ટરી કરી નાખો.' (પ્રકાશ ને હેમાંગ)
પ્રકાશભાઈ કહે, 'આપ જ એવી ફેક્ટરી કરી નાખો ને.'
સ્વામીશ્રી : 'ભગવાનના નિયમોનો ભંગ કરવાની ફેક્ટરી અમારી પાસે નથી.'
ભગવાને આપેલા નિયમોના અનન્ય પાલક અને તેના સંરક્ષક ગુણાતીત સત્પુરુષની આ જ વિલક્ષણતા છે કે જેઓ ગમ્મતમાં પણ નિયમભંગની વાત કલ્પી શકતા નથી.
Vachanamrut Gems
Gadhadã III-2:
Developing Conviction in the Guru
“Thus, even after attaining this satsang – which is rare for even Brahmã and others – affection for objects other than God still remains because the person has not developed as firm a conviction for the manifest form of God as he has for the non-manifest form of God. That is why the Shrutis state: ‘If a person develops conviction in the guru – who is the manifest form of God – in the same way that he has conviction in the non-manifest demigods, then, as a result, he attains all of the arthas which are described as attainable.’ In fact, when he attains the company of such a Sant, he has, while still alive, attained He who was to be attained after death. That is to say, he has attained that which is called the highest state of enlightenment, or liberation, while being alive.
[Gadhadã III-2]