પ્રેરણા પરિમલ
ઈન્ટરનેટના સંકજામાં સપડાતા પહેલા... - ૩
પ્રશ્ન : ઇન્ટરનેટ ઉપર અમારે કેટલો ટાઇમ વાપરવો જોઈએ ?
પ્રમુખસ્વામી મહારાજ : આજે માણસ ઇન્ટરનેટ ઉપર એટલો બધો રસબસ થઈ ગયો છે કે રાતોની રાતો જોયા કરે. એમાંય યુવાન ઉપર એની અસર વધારે છે. આપણે થોડા સમય પૂરતો એનો ઉપયોગ કરવો. જે પ્રશ્ન માટે ચાલું કર્યું હોય, તે પ્રશ્નનો ઉત્તર મળી ગયો એટલે પતી ગયું. એને આગળ વધારવાની વાત નથી. તેમાં અભ્યાસ, સત્સંગ અને ધંધો કરતા હોય તો એનું કામ કરો એ સિવાયનું જરૂર વગરનું કરવામાં સમય ન બગાડવો. 'વ્યર્થકાલો ન નેતવ્યો ભક્તિં ભગવતો વિના.'
તમારા અભ્યાસનું કામ હોય તો તેમાં સંપૂર્ણ ધ્યાન આપો. બીજુ ભક્તિમાં અને સત્સંગની અંદર સમય વિતાવો. તો તમારા જીવનનું ઘડતર થશે. તમારા મનનો કંટ્રોલ થશે. એનો લાભ ભવિષ્યમાં તમને મળશે. ભવિષ્યમાં તમારામાં ચંચળતા નહીં આવે. તમને કોઈની (ખરાબ માણસોની) અસર નહીં થાય.
(અભ્યાસ અને સત્સંગ) પછીના ટાઇમમાં તમારાં મા-બાપની સેવા કરો. ઘરનું કામ કરો. આપણે મા-બાપને આદર આપવો જોઈએ. એમની આજ્ઞા પાળીને રાજી કરવાં... પછી રમત-ગમત કરતા હોય એનો પણ વાંધો નથી. વૅકેશનની અંદર કોઈ સારું જ્ઞાન થાય, આપણો ઉત્કર્ષ થાય એવી રીતનો સમય પસાર કરીએ તો વાંધો નથી.
ટૂંકમાં (ઇન્ટરનેટ પાછળ) જેટલી જરૂર છે એટલો જ સમય આપવો. એથી ખોટો સમય વધારે ન જવા દેવો. સારી બાબત હોય ને તેમાં થોડો વધારે સમય જાય એનો વાંધો નથી. અભ્યાસમાં, મંદિરમાં પા કલાક વધારે જાય તો વાંધો નહીં પણ એક મિનિટ ખરાબ (બાબતમાં) જતી હોય તો એ આપણે ન જવા દેવી.'
ત્રણેય પ્રશ્નોના સ્વામીશ્રીએ આપેલા ઉત્તરો એટલા અદ્ભુત અને પ્રતીતિકર હતા કે શિબિરાર્થીઓએ રાજી થઈને ઘણા સમય સુધી તાલીનાદ કર્યે રાખ્યો. વિદેશની ભૂમિ પર સત્સંગી બાળકો-કિશોરોમાં ભાષા-ભૂષા-ભોજન અને ભજન આ ચારેની સુરક્ષા થાય, સત્સંગ અને ભક્તિ પ્રત્યેની અભિરુચિ વિકસે એવું સુંદર માર્ગદર્શન અમેરિકાના કિશોરોને સ્વામીશ્રીએ આપ્યું.
Vachanamrut Gems
Gadhadã II-36:
An extremely difficult feat
“… Of course, continuously engaging one’s vrutti on God is an extremely difficult feat. It is only those whose good deeds from many many lives have ripened who are able to do so. For others, it is very difficult, indeed.”
[Gadhadã II-36]