પ્રેરણા પરિમલ
ભગવાન જેવી રચના કોઈ ન કરી શકે...
(તા. ૨૮-૦૧-૨૦૦૮, મુંબઈ)
સ્વામીશ્રી ભ્રમણ માટે વૉકિંગ મશીન ઉપર આવ્યા. ચાલતી વખતે આધુનિક સંશોધનની વાત નીકળી.
બ્રહ્મવિહારી સ્વામી કહે : 'હવે તો એવા આધુનિક સંશોધનો થયાં છે કે રૂમ જ એવા પ્રકારની હોય કે જ્યારે તમે જાગો ત્યારે સૂર્યોદય ને જમવા બેસો ત્યારે મધ્યાહ્ન અને સાંજે સૂર્યાસ્ત અને રાત પણ રૂમમાં જ પડે. જેને એન્વાયરમેન્ટ એનહેન્સમેન્ટ કહેવામાં આવે છે.'
સ્વામીશ્રી તરત જ કહે : 'પણ એમાં સાચુકલા સૂર્યનો અનુભવ થાય ખરો?'
બ્રહ્મવિહારી સ્વામી કહે : 'લાઇટો જ એવી ગોઠવી હોય કે તમને એવું જ લાગે કે જાણે સૂર્યોદય થયો છે. પંખીનો કલરવ અને બધું જ એમાં સાંભળવા મળે. ઠંડી હવા પણ વાય.'
સ્વામીશ્રી કહે, 'પણ સાચા સૂર્ય જેવું તો ન જ થાય ને.' આ બાબત સમજાવવામાં ઘણી દલીલો થઈ, પણ સ્વામીશ્રીના મનમાં એક પણ દલીલ બેઠી નહીં. ચાલતાં ચાલતાં જ સ્વામીશ્રીએ કારણ કહેતાં જણાવ્યું, 'દુનિયા ગમે એટલી આગળ વધે, પણ ભગવાનનું કાર્ય બધા કરતા જુદું છે. એમણે જે જગત રચ્યું છે એવું કોઈ ન રચી શકે.'
Vachanamrut Gems
Gadhadã II-42:
Glory of Akshar
“… Countless millions of brahmãnds dwell like mere atoms in each and every hair of that Akshar…”
[Gadhadã II-42]