પ્રેરણા પરિમલ
ઈન્ટરનેટના સંકજામાં સપડાતા પહેલા... - ૧
આજે વિશ્વમાં ટેલિવિઝન પછી ખૂબ ઝડપથી વિશ્વમાં છવાઈ ગયું હોય તો તે છે ઇન્ટરનેટ! ઇન્ટરનેટ કમ્પ્યુટર સાથેના જોડાણને લીધે વિશ્વભરમાં ખૂણે ખૂણે રજરજમાં વ્યાપી ગયું છે. એના વ્યાવસાયિક લાભો બે-ત્રણ ટકા છે પરંતુ અન્ય ગેરલાભોની લાંબી વણઝાર ઠેર ઠેર વહી રહી છે. એની ભભૂકતી જ્વાળામાં આગબબુલા થઈને ખાખ થતી ભાવી યુવાપેઢીનો ચિતાર, વિશ્વના પ્રત માનવને આવી ગયો છે, પરંતુ એમાંથી બચાવવાની એમની ભુજા વામણી પડી છે, ત્યારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પોતાના હેતાળ હૈયાની વાત્સલ્ય ગંગા વડે એ જ્વાળાને કેવી રીતે ઠારે છે ! તેનું દૃષ્ટાંત અમેરિકાના સત્સંગી બાળ-કિશોરો છે. આવો સ્વામીશ્રી સાથે પેરી કિશોર શિબિરમાં તા. ૧૦-૮-૨૦૦૦ના રોજ થયેલીપ્રશ્નોત્તરી ને સ્વાનુભવોની એક આછી ઝલક માણીએ!
પ્રેશ્ન : ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ?
સ્વામીશ્રી :અત્યારે વિજ્ઞાન આગળ વધ્યું છે. આવાં સાધનો પણ થયાં છે. એટલે આ વસ્તુ કેમ વાપરવી એના પર હમણા ચર્ચા થઈ. આપણે સાંભળી. એ ચર્ચા પરથી જ થોડો ઘણો ખ્યાલ તો આવી જ ગયો હશે.
દરેક વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં આપણાં શાસ્ત્રોએ બતાવેલી વિવેકબુદ્ધિ આપણે વાપરવી જોઈએ. આ વિવેકબુદ્ધિ સારા માણસો, સત્પુરુષ અને ભગવાન થકી આવે છે.
ઇન્ટરનેટમાં સારું પણ છે ને ખરાબ પણ છે. અભ્યાસ અને ધંધાકીય રીતે તેમાં ઘણો સારો લાભ મળે છે. પણ અભ્યાસ કરતાં કરતાં એની અંદર રહેલું દૂષણ પણ આપણને વળગી જાય છે. હમણાં એક કિશોરે પોતાના અનુભવની વાત કરી. એવું થવાનો સંભવ ૧૦૦% છે, કારણ કે આપણે વિવેક ચૂક્યા. અત્યારે આપણા જીવનમાં અભ્યાસ અને સત્સંગ બે જ વસ્તુનું પ્રાધાન્ય હોવું જોઈએ.
ઘણાને એવો વધુ પડતો આત્મવિશ્વાસ હોય છે કે હું જોઈશ તો મને વાંધો આવવાનો નથી પણ ભલભલા એમાં ગબડી પડ્યા છે. આપણા કરતાં પણ જેમનાં મન મજબૂત હતાં એવા આપણા સંપ્રેદાયના અને આગળના ઋષિ-મહાત્માઓના દાખલાઓ છે, જેમને વિઘ્ન આવ્યાં છે. એકલશૃંગી ઋષિ કે જેમને સ્ત્રી-પુરુષનું ભાન નતું. નાનપણથી પિતાએ તેનું ધ્યાન રાખેલું. મજબૂત મનનો માણસ છતાં સ્ત્રી-સંસર્ગથી વિઘ્ન આવ્યું. એમ આપણને ભલે લાગતું હોય કે મને વાંધો નહીં આવે પણ આ વસ્તુપ્રલોભન વાળી છે. સહેજે બટન દબાઈ ગયું, જરાક જોવાઈ ગયું. પછી તેમાંથી આગળ શું છે જરા જોઈ લઈએ એવું મન થાય ને પછી આગળ ગયો એટલે ડૂબતો ગયો. જો વિવેક નહીં હોય, તો આપણે બધું ગુમાવી બેસીશું. ભણવાનું જતું રહેશે. અભ્યાસ બગડશે ને આપણું આખું જીવન બગડી જશે.
સંશોધનો થતાં જ રહેશે. પહેલાં ટેલિફોન આવ્યા. તે પછી ટી.વી. આવ્યા, વિડિયો આવ્યા, પછી ઇન્ટરનેટ આવ્યા. વેબસાઇટ આવી ગઈ. હવે કાલે સવારે બીજુ પણ આવશે અને એ ઝડપી આવશે. ધ્યાન ન રાખીએ તો આ બધી વસ્તુઓ પતન કરે છે. એનો ઉપયોગ ભગવાન સંબંધી ન હોય તો તે ભગવાનથી વિમુખ કરી દે છે. એટલે જ વિડિયોની અંદર ખરાબ કૅસેટો આવે છે જે આપણે ન જોવી જોઈએ. એવી અશ્લીલ કૅસેટોથી માણસને પૈસા કમાવા છે એટલે બનાવે છે. તમારી ખરાબ વૃત્તિ થાય, સમાજ આખો બગડે, રાષ્ટ્ર આખું ખલાસ થઈ જાય એની સાથે એને સંબંધ નથી. એને પૈસા સાથે સંબંધ છે. સરકારને પણ એવી કંપનીઓ તરફથી ટેક્સ મળે છે એટલે તે બંધ કરાવી નહીં શકે. બંધ કરવાનો એક જ ઉપાય છે - આપણે બરાબર સમજવું. ડ્રગ્સ, ગુટકા વગેરે પણ ઝેર જ છે એમ સમજે તો એનાથી દૂર રહેવાય.
આવાં બધાં દૂષણો પેસવાનું, કારણ વિવેક વગરનું આપણું જીવન જિવાય છે એ છે. આપણું મન મજબૂત હોય કે મારે એનો ઉપયોગ જ નથી કરવો તો એની મેતે ગુટકા, દારૂ વગેરે બંધ થશે. બાકી તો આ રાક્ષસી વસ્તુ છે. રાક્ષસી વસ્તુનું આકર્ષણ એવું હોય કે સ્વાભાવિક આપણે આકર્ષાઈ જઈએ. આપણી અંદર રાગ પડેલા જ છે એટલે તેનો યોગ થતાં વધારે આકર્ષણ થાય. તમે ગમે તેવા હો તો પણ ડગમગી જાઓ. માટે જાણપણું રાખો તો વાંધો નહીં આવે.
વેબસાઈટમાં ખરાબ વસ્તુ છે તેનો ઉપયોગ જ ન થવો જોઈએ એનો ખ્યાલ રાખવો. શ્રીજીમહારાજે વચનામૃત ગઢડાપ્રથમ ૧૮માં કહ્યું છે તેમ એનો યોગ થતાં મન ચલાયમાન થવાનું જ. ઇન્ટરનેટ દેખાય છે સારું પણ સ્લો પોઇઝન છે. જેમ જેમ એનો અનુભવ કરીએ, તેમ તેમ જીવન બગડે છે. આ વાતનો એવોપ્રચાર કરો કે આનાથી બીજા બચે. ડૂબતા માણસને બચાવવો એ આપણી ફરજ છે.
Vachanamrut Gems
Gadhadã III-1:
Read the Shiksha patri daily
“The Shikshãpatri which I have written should be read daily by all of My followers – renunciant sãdhus and brahmachãris, as well as all male and female householders. Those who do not know how to read should listen to it daily; and those who do not have the facility to listen to it should worship it daily. I have stated this in the Shikshãpatri itself. One should observe a fast on the day one fails to do any of the three. This is My command.”
[Gadhadã III-1]