પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-8-2010, બોચાસણ
ભારતના લોકપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચને આજે ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દર્શન કરીને ‘સત્ ચિત્ આનંદ’ વૉટર શોને મન ભરીને માણ્યો હતો.
સત્ ચિત્ આનંદ વૉટર શોથી પ્રભાવિત થઈને તેઓએ સ્વામીશ્રી સાથે ફોન પર વાત કરતાં કહ્યું કે मेरा प्रणाम स्वीकार कीजिएगा। यहाँ का कार्यक्रम मैंने देखा, बड़ी प्रसन्नता हुई। आपका आशीर्वाद चाहता हूँ। સ્વામીશ્રીએ તેઓને આશીર્વાદ આપ્યા.
અભિપ્રાય પોથીમાં પણ તેમણે પોતાની અનુભૂતિ વર્ણવતાં લખ્યું હતું : ‘कई बार अक्षरधाम के दर्शन किए, किंतु आज जो अनुभव किया उससे मन को शांति मिली। आत्मा और परमात्मा का अर्थ सही तौर से समझ में आया। ये मंदिर और इसके जितने स्वामी एवं कार्यकर्ताओं को मैं हृदय से धन्यवाद देता हूँ, और आशा करता हूँ कि, प्रभु की कृपा सदैव आप सभी पर बनी रहे।’
આ જ રાત્રે તેમણે ઈન્ટરનેટમાં પોતાના ‘બ્લોગ’ પર અક્ષરધામની અનુભૂતિને તેઓએ આ રીતે શબ્દદેહ આપ્યો હતો :
‘આજે દિવસ ઢળ્યો, એક અદ્ભુત અને આશ્ચર્યચકિત કરી દેતી એક બીજી અદ્ભુત ક્ષણ સાથે. એ ક્ષણ હતી - અમદાવાદથી 20 મિનિટના અંતરે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરની મુલાકાત. દેશના વિભિન્ન ભાગોમાં અક્ષરધામ મંદિરો સ્થાપત્યકળાની આશ્ચર્યકારક સિદ્ધિ સમાન છે, તેમાં ગાંધીનગરનું મંદિર પણ સહેજેય ઊણું ઊતરતું નથી. બાંધકામ અને ડિઝાઇન મૌલિક છે અને લોખંડના ઉપયોગ વગર નિર્માણ કરવામાં આવ્યું છે. અક્ષરધામ મંદિરો એકદમ સ્વચ્છ અને સ્વાભાવિક સુંદરતાને જાળવી રાખે છે. તેના પરિણામે અહીં પવિત્રતાનો અનુભવ થાય છે. ખૂબ સમર્પિત અને નિષ્ઠાવાન તેમજ પુરુષાર્થશીલ સંતો-સ્વયંસેવકોનું વૃંદ અહીં સંચાલિત કરે છે અને અહીંના સિધ્ધાંતો તેમજ માન્યતાઓનો સૌને બોધ આપે છે.
આજે રાત્રે મંદિરને મોડે સુધી મારા માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું તેમાં અસીમ કૃપા હતી. મંદિરની દર્શન-મુલાકાત બાદ મંદિરના વિશાળ પરિસરમાં અમે જેના માટે ગયા હતા તે રિસર્ચ અને બોધથી સભર ‘લેસર કમ વૉટર-શો’ નિહાળવાનું થયું. મારે કહેવું પડશે કે ‘આવું અદ્ભુત કામ મેં આ પૂર્વે ક્યાંય અને ક્યારેય જોયું નથી.’
2,500 લોકોની ક્ષમતા ધરાવતા અને મનોરમ્ય ખુલ્લી જગ્યામાં આવેલા એમ્ફી થિયેટરમાં, અમે એક નાટ્યાત્મક અને ચિત્તને પ્રફુલ્લિત કરી દેનારો અદ્ભુત વૉટર શો નિહાળ્યો, જે પ્રતીકાત્મક કથા સ્વરૂપે અક્ષરધામની ફિલોસોફીને પ્રસ્તુત કરે છે. વહેતા ફુવારાઓ ઉપર લેસર કિરણો દ્વારા તાદૃશ્ય થતાં દૃશ્યો સાથે ૠષિપુત્ર નચિકેતા અને મૃત્યુના દેવતા યમરાજની કથા નિહાળવાનો ખરેખર આનંદ આવ્યો. આત્મા અને પરમાત્માનો ગહન મર્મ વિવિધતા સભર વૉટર સ્ક્રીન ઉપર રજૂ થતા પ્રસંગોમાં એટલી સુંદર અને અદ્ભુત રીતે વણી લેવામાં આવ્યો હતો કે ગાઢ મિત્ર જે. જે. ભટ્ટે મને આ અદ્ભુત કાર્યક્રમ નિહાળવાનું નિમંત્રણ આપ્યું તે બદલ હું ગૌરવ અનુભવવા લાગ્યો. કૃતાર્થતાનો આવો અનુભવ અને તે પછી જેમના આશીર્વાદ મેળવવા હું જેમને ઘણી વખત મળ્યો છું એવા પ્રમુખસ્વામીજી સાથે ફોન ઉપર થોડોક વાર્તાલાપ કરી શક્યો, તેમાં આજના ઉપક્રમની આદર્શ અને શ્રેષ્ઠ પૂર્ણાહુતિ હતી, તેને હું કેવી રીતે શબ્દોમાં મૂકી શકું ! એ સમય અલૌકિક હતો !’
Vachanamrut Gems
Gadhadã II-53:
The king of all fools
“… Therefore, a person who perceives faults either in God’s divine incidents or in His understanding should be known to be a non-believer and a sinner. In fact, he should be considered to be the king of all fools…”
[Gadhadã II-53]