પ્રેરણા પરિમલ
નાનીવાવડી ના હીરાના વેપારી...
તા. ૨ મે, ૨૦૦૭, બોચાસણ
નાનીવાવડી (હાલ સુરત)ના હીરાના વેપારી સંનિષ્ઠ ભક્ત શ્રી દીપકભાઈનું આકસ્મિક રીતે નિધન થયું હતું. તેના આઘાતમાં આશ્વાસન મેળવવા તેઓના પિતાશ્રી, ભાઈઓ તથા પરિવારજનો આવ્યા હતા. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા ત્યારે ગળગળા થઈને તેઓના પિતાશ્રી કહે, 'આવું અકાળે બન્યું જ કેમ ?'
સ્વામીશ્રી કહે : 'મનુષ્યનો દેહ છે. જન્મે ત્યારથી એનું મૃત્યુ નક્કી જ હોય છે. એમાં નિમિત્ત જુદાં જુદાં હોઈ શકે. કોઈ પાણીમાં ડૂબીને મરે, કોઈ લડાઈમાં મરે, કોઈ માંદો થઈને મરે. પણ જે ભગવાનના ભક્ત હોય એની ગતિ સારી જ થાય છે, માટે અપમૃત્યુ થયું હોય એટલે અવગતિ થાય એવી ચિંતા જરાય કરશો નહીં. ભક્ત છે એટલે ધામમાં જ ગયા છે. દીપકભાઈએ થોડા દહાડામાં મોટું કામ કરી લીધું અને તમારી સાથેનો ૠણ સંબંધ પૂરો થયો એટલે ભગવાને તેઓને લઈ લીધા.'
Vachanamrut Gems
Gadhadã II-26:
Never Displease God
“A devotee of God should never do anything that displeases God and His Bhakta, and he should also abandon all those who hinder him in worshipping God, even if they are his own relatives…”
[Gadhadã II-26]