પ્રેરણા પરિમલ
વચનનો પ્રભાવ
પ્રાતઃપૂજા પછી શિશુઓને વર્તમાન ધરાવી પ્રમુખસ્વામી મહારાજ ઉતારે જવા નીકળ્યા.
ઉતારાના પૅસેજમાં બંને બાજુ કિશોરો લાઇનમાં ઊભા હતા. તેઓની વચ્ચે પ્રીતેશ પણ ઊભો હતો. ગઈકાલે તેની ફૅશનેબલ દાઢી જોઈને સ્વામીશ્રીએ ટકોર કરી હતી. આજે તે ક્લીનશેવ કરીને સૌમ્ય બનીને આવ્યો હતો. તેણે પોતાની દાઢી પર હાથ ફેરવતાં કહ્યું : 'બાપા! કાલે આપે કહ્યું હતું એટલે આજે કાઢી નાખ્યું.'
સ્વામીશ્રીએ પ્રીતેશ પર રાજી થઈઆશીર્વાદનો ધબ્બો માર્યો. એક હરિભક્ત કહે : 'બાપા ! અમે ન ગમે તોય કહી શકીએ નહીં, ને કહીએ તો કાઢે નહીં. તેને બદલે આપે જરાક ટકોર કરી એટલામાં તો એણે કાઢી નાખી !'
આધુનિક યુગના અમેરિકન નવયુવાન પર સ્વામીશ્રીના વચનનો પ્રભાવ જોઈ તેઓ આશ્ચર્યચકિત થઈગયા. સ્વામીશ્રીનાપ્રેમ અને પ્રસન્નતા પામવા અહીં આવા તો અનેક યુવાનો રંગરાગ છોડીને સમર્પિત થઈજવા થનગની રહ્યા છે. (તા. ૨૮-૭-૨૦૦૦, એડીસન, યુ.એસ.એ.)
Vachanamrut Gems
Gadhadã II-33:
Not perceiving flaws in Shriji Maharaj
“… One who perceives any flaws in Me will himself suffer from vicious thoughts both in the waking and dream states. Moreover, he will suffer greatly at the time of his death as well.”
[Gadhadã II-33]