પ્રેરણા પરિમલ
એ દાન તારે અમને આપવાનું છે...
(તા. ૧૪-૦૧-૨૦૦૮, મુંબઈ)
અમેરિકામાં રહીને અભ્યાસ કરતા એક યુવાનનો ફોન આવ્યો. એનું નામ પવન હતું. સ્વામીશ્રી એને પ્રેરકવચનો કહેતાં કહે, 'અમેરિકામાં રહીને તું ભણે છે, પણ ત્યાંનો પવન લાગી ન જાય એ જોવું. આપણો પવન તો સ્વચ્છ, પવિત્ર અને ઠંડો હોવો જોઈએ. જીવન એવું બનાવવાનું કે સ્વચ્છ રહે, વ્યસન થઈ ગયું હોય તો હવેથી મરણિયો ઉપાય કરીને કાઢી નાખવું. કોઈ દહાડો એનો સંકલ્પ જ ન થાય. સત્સંગ અને અભ્યાસ બરાબર કરવો. ખોટો રંગ ચડી ના જાય અને ખોટા વાયરે પેસી ન જવાય એ ખાસ ધ્યાન રાખવું.'
પવન કહે, 'આપ આશીર્વાદ આપજો.'
સ્વામીશ્રી કહે, 'ભણવામાંથી રજાઓ થાય ત્યારે અમારી પાસે જ આવી જવું. એટલે બીજો પવન ચડે નહીં. આજે ઉત્તરાયણનો દિવસ છે. બીજુ કોઈ દૂષણ પેસે નહીં, એ દાન તારે અમને આજના દિવસે આપવાનું.'
હજારો માઈલ દૂર રહેલા એક સત્સંગી યુવાનને સ્વામીશ્રીએ જીવનનો સાચો રાહ દર્શાવ્યો.
Vachanamrut Gems
Gadhadã II-39:
A Word for the Seniors
“For those who are senior amongst you, the observance of the vow of non-lust is an absolute must. If one has a deficiency in some other aspect, it may well do, but firmness in this is absolutely essential…”
[Gadhadã II-39]