પ્રેરણા પરિમલ
જેનાથી સૌને પ્રેરણા મળે
સિદ્ધેશ્વર સ્વામી એક મુલાકાતીને લઈને પ્રમુખસ્વામી મહારાજ પાસે આવ્યા. સ્વામીશ્રીને એમની ઓળખાણ આપતાં કહે, 'બાપા! આ રમેશ મીર છે. તેઓનો 'એફએક્સ સ્ટુડિયો' નામનો ફિલ્મ માટેનો બહુ સારો સ્ટુડિયો છે. આપણી સંસ્થા માટેની પહેલી ફિલ્મ તેઓએ તૈયાર કરી હતી.'
સ્વામીશ્રીએ રમેશભાઈને આશીર્વાદ આપ્યા ને કહે, 'ઐસી સિરિયલ બનાઓ જિસસે લોગોં કો અચ્છી પ્રેરણા મિલે ! બીભત્સ નહીં બનાના ! ઐસી બાત લેકર કોઈ આવે તો કહના - હમારે પાસ ઐસી ટેકûનિક નહીં હૈ ! ખરાબ કરને મેં જ્યાદા મિલે તો ભી નહીં કરના. ઉસે કહ દેના બહાર નિકલ જાઓ હમારે સ્ટુડિયો મેં સે !' શ્રી રમેશ સ્વામીશ્રીની સ્પષ્ટ ને પ્રેરણાસભર વાણીથી ખૂબપ્રોત્સાહિત થયા ને આ પડકાર માટે આશિષ પણ માંગ્યા. કોઈ સારું કાર્ય કરતું હોય તો સ્વામીશ્રી એને પ્રોત્સાહન પણ આપે છે. સ્વામીશ્રીને માધ્યમનો વિરોધ નથી. મનોરંજનના માધ્યમનો ઉપયોગ મનોભંજનના માર્ગે થાય એનો વિરોધ છે. સ્વામીશ્રી કહે છેઃ આધુનિક માધ્યમોનો ઉપયોગ આધ્યાત્મિકતા માટે થાય તો એ આશીર્વાદરૂપ જ છે. (તા. ૧૦-૬-૯૯, મુંબઈ)
Vachanamrut Gems
Gadhadã II-54:
Developing profound attachment for the Bhakta of God
“… Likewise, only one who develops such profound attachment for the Bhakta of God has realised satsang to be the most redemptive of all spiritual endeavours…”
[Gadhadã II-54]