પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-8-2010, બોચાસણ
એક યુવકનો ભુજથી ફોન આવ્યો. એ કહે : ‘આપને મળું છું ત્યારે મારે વાત કરવાની રહી જાય છે, ભૂલી જવાય છે. પત્ર લખું છું એમાં પણ એવું થાય છે. એટલે આજે થયું કે ફોનમાં નિષ્કપટ થઈને વાત કરી દઉં. એટલા માટે ફોન કર્યો છે.’ આમ કહીને એણે પોતાની વાત કરી. છેલ્લે એ કહે : ‘આપની સાથે વાત કરતાં કરતાં આનંદ આનંદ થાય છે. બસ, હું આપને મારી વાત કરું છું, એમાં પણ હળવો થઈ જાઉં છું.’
સ્વામીશ્રી કહે : ‘તમે નિષ્કપટ થયા છો તો ભગવાન બળ આપશે ને છૂટી જશે.’
એ યુવક કહે : ‘રૂબરૂ આવું ત્યારે આપની પાસે બોલી શકતો નથી, માફ કરજો.’
સ્વામીશ્રી કહે : ‘ભગવાન ને સંત પાસે કહીએ એટલે રસ્તો મળી જાય. સત્સંગનાં પુસ્તકો વાંચતાં રહેવું, સારી પ્રેરણા મળશે.’
આટલું કહીને સ્વામીશ્રી કહે : ‘તમે ફોન કર્યો તો સારું થયું, હૃદય હળવું થઈ ગયું. જગત છે એટલે થયા કરે. જ્યારે એવા વિચારો આવે ત્યારે સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... ભજન કરવું. બીજા વિચાર કરવા નહીં. બીજા વિચાર કરવાથી વિકૃતિ થઈ જાય. મહારાજ બળ આપશે ને સારું થશે.’
Vachanamrut Gems
Ashlãli-1:
I wish to say something
“Please listen, I wish to say something. Whoever incompletely realises the nature of God suffers a great loss. That is, that person cannot experience the true bliss of Purushottam Bhagwãn – who we also call Shri Krishna, Shri Vãsudev, Shri Narnãrãyan, Parabrahma and Shri Nãrãyan – nor can he become an ekãntik bhakta. Thus, one should consolidate one’s gnãn by profoundly associating with an Ekãntik Bhakta of God who has such gnãn. This is because, without the true gnãn of God, even the prajãpatis and other creators of the cosmos have to repeatedly take birth along with the creation and then ultimately merge back into mãyã. But they do not attain Akshardhãm, the abode of Shri Purushottam Bhagwãn. The reason for this is a flaw in their understanding.”
[Ashlãli-1]