પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-8-2010, બોચાસણ
અમેરિકાથી એક અજાણ્યા યુવકનો ફોન આવ્યો હતો. એ કહે : ‘મારાં મમ્મી-પપ્પાના ઝઘડા થયા જ કરે છે. એટલે મારાં મમ્મી અને મારી બહેન મરી જવાની, આપઘાત કરવાની વાત કરે છે.’
સ્વામીશ્રી કહે : ‘એમને સમજાવવાનું કે ન ફાવતું હોય અને પ્રશ્ન હોય તો જુદા રહી શકાય. એમ હોય તો જુદા રહે, પણ મરી જવાની વાત તો કરે જ નહીં. એવું કરવાની જરૂર નથી.’
એ યુવક કહે : ‘પણ મારી બહેન કહે છે કે મારે મારા પપ્પાની સાથે તો રહેવું જ નથી.’
સ્વામીશ્રી કહે : ‘તારી બહેનને ફરી સમજાવજે. એને લગ્ન કરીને બીજે જવાનું છે, તો થોડો ટાઇમ સહન કરીને જુદા રહીને ચલાવી લે. તું ફરી વાત કરીને સમજાવજે.’
Vachanamrut Gems
Gadhadã III-2:
I consider this assembly to be the greatest
“… I consider this assembly of satsangis to be far greater than the assemblies in Shwetdwip, Golok, Vaikunth and Badrikãshram; and I see all of these devotees as being extremely luminous. Indeed, I swear by this assembly of sãdhus that there is not even the slightest untruth in this matter. Why do I have to swear in this manner? Because not everyone understands such divinity, nor can they see it; that is why I have to swear.”
[Gadhadã III-2]