પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-1-2017, અમદાવાદ
સાયંસભામાં આશિષ આપી સ્વામીશ્રી મીટિંગ હૉલમાં પ્રવેશ્યા. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરતા તુષાર નામના યુવકે પૂછ્યું : ‘અક્ષરબ્રહ્મ મનુષ્યરૂપે હોય તો મનુષ્યના ભાવ હોય ? દા.ત. રોગ ગ્રહણ કરે, જમવાની ઇચ્છા થાય, વગેરે...’
સ્વામીશ્રીએ એક શબ્દમાં સચોટ જવાબ આપ્યો : ‘બતાવે...’ અર્થાત્ અક્ષરબ્રહ્મમાં આ બધા મનુષ્યભાવો હોતા નથી, પણ બતાવે છે.
Vachanamrut Gems
Loyã-14:
The Nature of Egotism
"What is egotism like? Well, a person with egotism remains arrogant even before those who are superior to him, but he cannot become humble and serve them."
[Loyã-14]