પ્રેરણા પરિમલ
આત્મીયતાનું રેણ
પ્રમુખસ્વામી મહારાજ હૃદય હૃદયનું રેણ છે. એમની આત્મીયતા તકરાર દૂર કરે છે, તડ પૂરે છે, સુહૃદયભાવ જગાવે છે.
સાંજે એક સંનિષ્ઠ ભક્તના કુટુંબ સાથે મિિટગ કરી. કુટુંબમાં ભાઈઓના જમીન-મિલકતના જટીલપ્રશ્નોનું ૩-૪ દીર્ઘ બેઠકો બાદ સ્વામીશ્રીએ સંપૂર્ણ નિરાકરણ કરી આપ્યું. બધા રાજી થયા.
સ્વામીશ્રી કહે : 'સંપ હશે તો સંપત્તિ વધશે. કુસંપે ગોળાનું પાણી સુકાય. આમાં તો કેવું છે કે માણસો ચઢાવનારા મળે. તમને મળે ને આમને મળે. ચઢાવે. કહે : 'તને કાંઈ મળ્યું ? તમે ઘસાઈ ગયા તોય કંઈ ન મળ્યું.' એવું કહે. આ તો દરબારી કામ છે. બાપુજી ! તમે પણ આશીર્વાદ આપજો કે છોકરાવ સુખી થાય. તમારેપ્રસંગોપાત્ત એકબીજાને મળવું. વહેવારનાપ્રસંગો હોય ત્યારે એકબીજાને ઘેર જવું. એકત્વની ભાવના હોય તો લોકોય જાણે કે આમને મનમાં કાંઈ નથી.' સ્વામીશ્રીએ વર્ષોનું અનુભવામૃત પીરસી સૌને તૃપ્ત કર્યા.
પછી બધા ભાઈઓ તથા વડીલોને જાતે મોંમાં મગસનોપ્રસાદ મૂક્યો. મન-મોં મીઠાં કરાવ્યાં. સમૂહમાં બધાનો ફોટો પડાવ્યો. સ્વામીશ્રીની આવી આત્મીયતાથી બધા ગળગળા થઈ ગયા. એમની આંખોમાં આંસુ ઊભરાયાં. દંડવત્ કર્યા.
સ્વામીશ્રી સંપની અંતિમ ગાંઠ વળાવતાં કહે, 'બસ ! બધા રાજી થજો. આગળ-પાછળનું બધું ગયું દરિયા ભેગું. કુટુંબના બધા નાનપણથી જેમ ભેગા રહ્યા છો તેમ સંપીને રહેજો. આપણે બાપુજીપ્રત્યે પણ પૂજ્યભાવ-આદરભાવ રાખવો. કોઈએ કુટુંબમાં આંટી ન રાખવી. દરેક જણ કુટુંબ માટે ઘસાયા છે તો તે યાદ રાખવું.' (તા. ૨૯-૧૨-૯૮, સારંગપુર)
Vachanamrut Gems
Gadhadã II-38:
The characteristics of an ekantik bhakta
“An ekãntik bhakta would firstly possess the virtue of ãtmã-realisation; secondly, he would possess vairãgya; thirdly, he would be staunch in his observance of dharma; and fourthly, he would possess profound bhakti for Shri Krishna Bhagwãn…”
[Gadhadã II-38]