પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-1-2017, અમદાવાદ
સ્વામીશ્રીએ સાયંસભામાં પોતાના પ્રિય વિષયોમાંનો એક ‘દાસાનુદાસ’ ઉપર વાત કરતા જણાવ્યું કે -
“દાસનો દાસ થાય તે જ સિદ્ધ છે. આપણે કાંઈ બાકી નથી. વિદ્વાન, પંડિત, રાજા, ઇન્દ્ર બધું જ થઈ ગયા છીએ... મહારાજ કહે છે : ‘દાસ થવું એ ગૌરવ છે’. મરતી મરતી કાન હલાવે તેવું નહીં. ગૌરવપૂર્વક કહેવું : ‘ભગવાનના દાસ છીએ.’ જપ-તપ-ત્યાગ-વૈરાગ્યનું ફળ એટલું જ કે પોતાને ભગવાનના ભક્તના દાસના દાસ માનીએ. આ સત્સંગમાં તો એમાં જ માલ છે. દાસપદ નકામું, નમાલું, એવું નથી, શ્રેષ્ઠ છે. ‘દાસના દાસ થઈ રહે જે સત્સંગમાં; ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં.’ ભગવાન સાથે રસબસ થવું હોય, ભેટંભેટા થવું હોય તો દાસના દાસ થવું. આમાં જોખમ નહીં, પ્રશ્ન નહીં... દાસપણું-નિર્માનીપણું-મહિમા એમાં રાચવું.
Do your best, leave the rest (ઉત્તમ હોય તે કરો, બીજું બધું જવા દો). બીજા બધાનું કામ જ શું છે ? અનંત જન્મ લીધા. બીજું ઘણું કર્યું છે.
અવળું-સવળું-મનધાર્યું... આ જન્મે પહેલી જ વાર ભગવાન મળ્યા છે. 5-25 વર્ષનો મામલો છે. એ ખોઈ નાખીએ અને બીજે-ત્રીજે રવાડે ચઢી જઈએ તો કેટલી ખોટ ? માટે ભગવાન-સંતો-ભક્તોને નમવું, તો ઘણું બધું કામ થઈ જાય.”
Vachanamrut Gems
Loyã-10:
Gnan Leads to Happiness
"… Similarly, to such a person with gnãn, all objects become vain, and due to that gnãn, his vision becomes broad. A person with such an understanding becomes happy."
[Loyã-10]