પ્રેરણા પરિમલ
જ્ઞાનની દૃષ્ટિ
તા. ૧૧-૦૨-૨૦૦૭, મુંબઈ
આજે સ્વામીશ્રી સમક્ષ વર્તમાન પ્રવાહોની વાતો ચાલી. સામાજિક અને રાષ્ટ્રીય સમસ્યાઓની કંઈક કડવી વાસ્તવિકતાની વાતો નીકળતાં એક જણે કહ્યું, 'આ દેશમાં રહેવા જેવું જ નથી.'
સ્વામીશ્રીએ તેમને રોકતાં કહ્યું:'પણ આપણે શું કામ છોડીને જવું ?'
'જોકે આમ તો જ્યાં જાવ ત્યાં બધે એટલા જ પ્રશ્ન છે એટલે આ દુનિયામાં રહેવા જેવું જ નથી.'
સ્વામીશ્રીએ નવો જ દૃષ્ટિકોણ આપતાં કહ્યું: 'પણ આપણે દુનિયામાં ક્યાં રહીએજ છીએ ? આપણે તો બહાર જ છીએ! જ્ઞાનની દૃષ્ટિ હોય તો દુનિયામાં છીએ તોય બહાર જ છીએ.'
પ્રત્યેક સ્થિતિમાં જ્ઞાનનું કવચ ઓઢીને સુખિયા રહેવાની ચાવી સ્વામીશ્રીએ સહજમાં સમજાવી દીધી.
Vachanamrut Gems
Gadhadã III-14:
The Sin of Harbouring Worldly Desires
“… So, because of this sin of harbouring worldly desires, the jiva does not develop affection for God in any way.”
[Gadhadã III-14]