પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-7-2010, બોચાસણ
સ્વામીશ્રી જ્યારે ભૂમિભ્રમણ કરી રહ્યા હતા એ દરમ્યાન જમણા પગના ઘૂંટણમાં ટચાકો આવી ગયો. ઘૂંટણની ગાદી બે સાંધા વચ્ચે ભરાઈ ગઈ હોવાથી ઘૂંટણની આજુબાજુ સોજો આવી ગયો. સ્વામીશ્રીને આંચકો લાગ્યો હોવાથી સણકો સખત વાગ્યો હતો, એટલે એક ડગલું માંડી શકતા ન હતા. ત્યાં ને ત્યાં જ ઊભા રહી ગયા. ભ્રમણ રદ કરીને સ્વામીશ્રીને પલંગમાં બેસાડવામાં આવ્યા. વૃદ્ધ અવસ્થામાં અવાર-નવાર આવી શારીરિક મર્યાદાઓ નડી જાય છે, છતાં સ્વામીશ્રી વિચરણ કરવામાં થાકતા નથી. સ્વામીશ્રીની આ કરુણા છે.
Vachanamrut Gems
Vartãl-3.:
A Person in whom Bhakti Flourishes
“Of the four types of eminent spiritual people just described, if a person serves one who is like lightning or the vadvãnal fire – by thought, word and deed, while staying within the tenets of one’s dharma – then bhakti coupled with the knowledge of God’s greatness flourishes in that person.”
[Vartãl-3.]