પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીની સ્મૃતિ
તા. ૦૯-૦૮-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, શ્રાવણ સુદ ૪, મંગળવાર, બોચાસણ
રિટાયર્ડ મામલતદાર બેચરસિંહ પઢિયાર લાઇનમાં દર્શને આવ્યા હતા. ગુણનિધિ સ્વામીએ તેઓનો પરિચય આપતાં કહ્યું : 'આ પઢિયાર સાહેબ સોજિત્રા હતા.'
'પછી ?'
'બહુ સારા સત્સંગી છે.'
'પછી ?'
'મામલતદાર હતા ને રિટાયર્ડ થયા છે.'
'પછી ?' સ્વામીશ્રીએ પછી... પછી પૂછીને ગુણનિધિ સ્વામીને બોલવા દીધા. તેઓએ શક્ય એટલો પરિચય આપ્યો. પછી છેલ્લે સ્વામીશ્રીએ હસતાં હસતાં કહ્યું: 'પાદરામાં મંદિર એમણે કર્યું છે. પાદરામાં જે મંદિર થયું એમાં સેવા લાવવામાં એમનો દાખડો ખૂબ છે.' સ્વામીશ્રીની આ સ્મૃતિ જોઈને ગુણનિધિ સ્વામી સમજી ગયા કે પછી...પછી... પૂછવાનું રહસ્ય શું હતું ?
Vachanamrut Gems
Loyã-10:
A Person with Gnan is Impossible to Bind
"… Since his vision has become broad, and he knows all worldly objects to be vain, no objects are capable of binding such a person with gnãn…"
[Loyã-10]