પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-12-2016, નવસારી
આજે સાયંસભા બાદ સ્વામીશ્રી સંત-આશ્રમમાં પધારેલા. અહીં તેઓના ઓરડાની બહારના ચોકમાં સુંદર વડ વાવવામાં આવેલો. તેની નીચે ગોળાકાર ઓટા પર નીલકંઠવર્ણીને પધરાવવામાં આવેલા. આજુબાજુ મૂકેલા પરમહંસો તથા સિંહ અને હરણાં વગેરે દૃશ્યની જીવંતતામાં ઉમેરો કરતાં હતાં. આવા નૈસર્ગિક વાતાવરણમાં હરિકૃષ્ણ મહારાજને થાળ ધરાવાઈ રહેલો.
સ્વામીશ્રી ત્યાં પધાર્યા અને ભક્તિપૂર્વક નીચે પડેલી સામાન્ય રજાઈ ઉપર જ થાળગાન તથા માનસીપૂજા કરવા વિરાજી ગયા. ‘આવજો છોગલાંધારી’ થાળ શરૂ થયો. તે વખતે ગરમાગરમ પૂરીઓ આવી. તે પૂરીઓ ભરેલું પાત્ર સ્વામીશ્રી આગળ ધરવામાં આવ્યું, પણ સ્વામીશ્રીએ તે પકડવાની ‘ના’ પાડી. સંતોએ તેનું કારણ પૂછતાં તેઓએ જણાવ્યું કે ‘ઠાકોરજીની સેવા કરતાં પહેલાં હાથ ધોવા પડે. મારા હાથ ધોયેલા નથી.’
સ્વામીશ્રી ઠાકોરજીની મર્યાદા કદી ચૂકતા નથી.
Vachanamrut Gems
Kãriyãni-12:
The Best Method to Stabilise the Mind
"… Thus, one should listen to the discourses of Purushottam Nãrãyan with faith and love. There is no better method to stabilise the mind and to free it of the desires for vishays."
[Kãriyãni-12]