પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-12-2016, સેલવાસ
આજે સાંજે જ્ઞાનગોષ્ઠિ દરમ્યાન સ્વામીશ્રીને પૂછ્યું હતું કે ‘4 વર્ષ પહેલાંથી આપને ખબર હતી કે આપ ગુરુપદે આવવાના છો. છતાં કોઈને અણસાર પણ આવવા દીધો નહીં. અને ગુરુપદે આવ્યા પછી આપને એકદમ કેટલું બધું સન્માન અને સુવિધા મળવા લાગ્યાં ! આવા સંજોગોમાં બીજો હોય તો ફાટી પડે. પણ આપનામાં એવું સહેજે દેખાતું નથી. આવું કયા વિચારથી રહે છે ?’
‘બધું ભગવાનનું છે, આપણું કાંઈ નથી. બધું ભગવાનનું છે ને ભગવાનને પાછું આપવાનું છે. વચ્ચે આપણે એજન્ટ છીએ.’ સ્વામીશ્રીએ પોતાની નમ્રતા અને નિર્લેપતાનું રહસ્ય જણાવતાં કહ્યું.
Vachanamrut Gems
Loyã-1:
Shriji Maharaj's Animosity Towards Anger
"… Moreover, I have much animosity towards anger; I do not like angry men or angry demigods…"
[Loyã-1]