પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૯૯
ગોંડલ, તા. ૯-૧૨-૧૯૬૯
સાંજે ઘાટ ઉપર સભા ભરેલી. પાછા ફરતા યોગીજી મહારાજ ઘાટનાં પગથિયાં ચઢતા હતા ત્યાં પુરુષોત્તમ ભગત એક ભાઈને તેડીને આવ્યા ને કહે,'બાપા ! આ ભાઈના બાબાને થાપો (આશીર્વાદનો) જોઈએ છે.'
કહો, નાના બાબાને પણ બાપાના થાપાના કોડ જાગ્યા, એના નાનકડા મનને કોણ હચમચાવી ગયું હશે ?
'ઈ ક્યાં કોઈ ના પાડે છે. થાપો દેવા નવરા જ બેઠા છીએ. લે થાપો ! એકના બે...' એમ કહી નાના બાબાને વાંસામાં હળવેકથી બે થાપા માર્યા, ને રાજી કર્યો.
રાતની સભામાં ઘનશ્યામચરણ સ્વામીએ કીર્તન ઝિલાવ્યું,'યોગી આવો તે રંગ મને શીદ લગાડ્યો...'
'શીદ' નહિ 'ખૂબ... ખૂબ લગાડ્યો,' એમ બોલવાનું સ્વામીશ્રીએ સૂચવ્યું. પછી ઘનશ્યામચરણ સ્વામીએ મુજરા કરતાં કરતાં એ પ્રમાણે ગાઈને કીર્તન ઝિલાવ્યું. સ્વામીશ્રી બહુ રાજી થયા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-49:
Never Becoming Satiated with Spiritual Discourses
“… My mind never becomes satiated with spiritual discourses, devotional songs, talks related to God or meditation of God. All of you should also do the same.”
[Gadhadã II-49]