પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-7-2010, બોચાસણ
રાત્રે સ્વામીશ્રી પોઢવા જઈ રહ્યા હતા. એ જ વખતે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડૉ. અબ્દુલ કલામનો ફોન આવ્યો. આજે તેઓ ગાંધીનગર અક્ષરધામમાં વૉટર શૉ જોવા ગયા હતા. વૉટર શૉ સંબંધી પ્રતિભાવ આપતાં સ્વામીશ્રીને તેઓ કહે : ‘આ કાર્ય કર્યું તે અત્યંત અદ્ભુત છે. મને ખૂબ આનંદ થયો. મારું માનવું છે કે ભારતની તમામ સ્કૂલોના તેરથી ઓગણીશ વર્ષના બધા જ વિદ્યાર્થીઓને આ બતાવવા જેવું છે.’
વળી, સ્વામીશ્રીની સાથે મળીને તેઓ જે પુસ્તક લખવા માગે છે એ પુસ્તકના લેખનની શરૂઆત કરવાનો આ ઉત્તમ દિવસ છે, એમ તેઓએ જણાવ્યું.
સ્વામીશ્રી કહે : ‘તમારા કાર્યમાં સફળતા મળે તે આશીર્વાદ છે. આપે દિલ્હીમાં કહ્યું હતું એ મુજબ આપ ગાંધીનગર આવ્યા એથી અમે રાજી છીએ. આપનું આયુષ્ય સારું રહે ને સારાં કાર્યો થાય એ આશીર્વાદ છે.’
અબ્દુલ કલામ કહે : ‘મેં અહીં જે એક નચિકેતાને જોયો, એવા હજારો નચિકેતા આપના દ્વારા ભારતમાં તૈયાર થાય એવી મારી ભાવના છે.’
સ્વામીશ્રી કહે : ‘આપની ભાવના સારી છે. તે ભગવાન પૂરી કરે તે માટે પ્રાર્થના. આપ અમારા આમંત્રણને સ્વીકારીને અહીં આવ્યા તે બદલ આભાર.’
અબ્દુલ કલામ કહે : ‘મારા માટે આજે આખો દિવસ આનંદનો છે.’
Vachanamrut Gems
Vartãl-13:
Doing Darshan with Shraddha Causes Samadhi
“… Similarly, when a person does darshan of God’s form with shraddhã, be it the form of a king or the form of a sãdhu, his indriyas are drawn towards God. Then one attains samãdhi.”
[Vartãl-13]