પ્રેરણા પરિમલ
જેટલો મેચમાં રસ એટલો ભજનમાં રાખવો
જર્મનીમાં ચાલી રહેલા ફૂટબૉલ વિશ્વકપની ફાઈનલ મેચ અંગે લંડનથી આવેલા યુવકો વાત કરતા હતા. તેમાંના કેટલાક યુવકો પ્રમુખસ્વામી મહારાજ પાસે આશીર્વાદ માગવા આવ્યા. ઈટાલીની ટીમના ચાહક હતા, તો કેટલાક ફ્રાંસની ટીમના ચાહક હતા. બંને વચ્ચે ફાઈનલ મેચ રાત્રે રમાવાની હતી. એટલે બંને ટીમના ચાહકોએ પોતપોતાની ટીમ ફાઈનલમાં વિજેતા થાય એ માટે આશીર્વાદ માગ્યા. વળી, આગળ વાત નીકળતાં કહ્યું કે 'રાત્રે ૧૧-૦૦થી ૧-૩૦ વાગ્યા સુધીની આમેચ છે.'
આ સાંભળીને સ્વામીશ્રી કહે :'જેટલો રસ મેચ જોવામાં છે, એટલો ને એટલો જ ભગવાનના ભજનમાં પણ કરવો. એટલો રસ ભક્તિ, કથાવાર્તા, પૂજા, નિયમ-ધર્મ એ બધામાં રાખવો. જુઓ એની ના નથી, પણ આટલો જ રસ ભગવાનમાં પણ રાખતાં શીખજો.'
સ્વામીશ્રીએ આધુનિકતા અને અધ્યાત્મનું સંતુલન કરવાનું શીખવ્યું.
તા. ૦૯-૦૭-૨૦૦૬, બોચાસણ
Vachanamrut Gems
Gadhadã II-19:
Abiding by Maharaj's Injunction
“… All men who firmly abide by this injunction of Mine will develop resolute bhakti like that of Nãrad towards Shri Krishna Nãrãyan. All women who accept this injunction of Mine will develop resolute bhakti towards Shri Krishna Nãrãyan like that of Lakshmiji and the gopis such as Rãdhikãji, etc. Conversely, the bhakti of those who do not accept these words of Mine will become like that of a prostitute…”
[Gadhadã II-19]