પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-7-2010
આજે વીસમી જુલાઈનો દિવસ હતો. બોચાસણમાં રાત્રે સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા વિરાજ્યા ત્યારે સામે બેઠેલા ભગવત્ચરણ સ્વામીએ યાદ કરાવતાં કહ્યું : ‘પચીસ વર્ષ પહેલાં આજે ઠાકોરજીની સુવર્ણતુલા થઈ હતી. સ્વામીશ્રીને શું જમાડીશું ? સોનું જમાડીએ ?’
સ્વામીશ્રી જમતાં જમતાં કહે : ‘બે હાથ જોડવા અને એ કહે એમ કરવું.’
સ્વામીશ્રીએ સોનું જમાડવાનો સોના જેવો વિશેષ અર્થ સમજાવી દીધો.
Vachanamrut Gems
Amdãvãd-2:
The Best Devotee
“… Therefore, one who, having discarded mãyik influences, becomes brahmarup and then worships God is the best devotee.”
[Amdãvãd-2]