પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-8-2010
રાત્રે ભોજન પછી સ્વામીશ્રી પત્રોમાં હસ્તાક્ષર કરી રહ્યા હતા. આરામમાં જવાનો સમય થઈ ગયો હતો. સેવક સંતો આવી ગયા હતા. સ્વામીશ્રીની આગળ રાખેલું રોસ્ટ્રમ લઈ લીધું હતું, તો પણ સ્વામીશ્રીનું પત્ર-લેખન ચાલુ જ રહ્યું. પત્રમાં હસ્તાક્ષર કરતાં કરતાં સ્વામીશ્રી કહે : ‘હવે બે જ કાગળ છે ને ! કરી લઈએ.’
ધર્મચરણ સ્વામી કહે : ‘કાગળ તો ઘણા છે, પણ હવે આરામનો સમય થઈ ગયો છે.’
સ્વામીશ્રી કહે : ‘બે જ કાગળ છે ને ! કરી લઈએ.’
ધર્મચરણ સ્વામી કહે : ‘બે નથી, સાત-આઠ છે અને બીજા પણ છે.’
જોકે એ કાગળમાં સહી ન થઈ શકી, પરંતુ નિયત સમયની છેલ્લી સેકન્ડ સુધી સ્વામીશ્રી કાર્યરત રહે છે, એનું એક અદ્ભુત દર્શન સૌને થયું.
Vachanamrut Gems
Gadhadã II-23.4:
The Mind of a True Sadhu
“… Therefore, only one whose mind has a craving for God and which becomes neither ‘hot’ nor ‘cold’ by the vishays should be known as a sãdhu.”
[Gadhadã II-23.4]