પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-1-2017, નાગપુર
સ્વામીશ્રીએ નાગપુર ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ છાત્રાલયના બાંધકામના નકશા નિહાળી તેને પ્રસાદીભૂત કર્યા. છાત્રાલયની સ્લેટમાં સુંદર આશીર્વાદ પણ લખી આપ્યા : ‘સંસ્કારી થવું. વિદ્વાન (વિદ્વત્તા) તો પોતાની બુદ્ધિ અને મહેનત ઉપર આધારિત છે. સંસ્કારીપણામાં પોતાનાં મા-બાપને પગે લાગવું વગેરે... સા.કે.ના જય શ્રી સ્વામિનારાયણ.’
મા-બાપ પણ ક્યારેક જે મર્મ સમજી નથી શકતા કે વિદ્વત્તા તો મહેનત ઉપરાંત પોતાની બુદ્ધિ ઉપર પણ આધારિત હોય છે - તે મર્મ સ્વામીશ્રીએ સ્લેટ ઉપર સહજમાં ટપકાવી દીધો.
Vachanamrut Gems
Loyã-13:
How to Not Be Overcome By Maya
"Thus, only God remains unaffected by mãyã; and one who has realised God through a nirvikalp state is also not overcome by mãyã. On the other hand, someone who has realised God through a savikalp state, however great he may be, would still be overcome."
[Loyã-13]