પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-8-2010
લંડનથી આનંદપ્રિય સ્વામીનો ફોન આવ્યો. લંડનમાં યુ.કે.નાં જુદાં જુદાં બી.એ.પી.એસ. યુવક મંડળો વચ્ચે ક્રિકેટ રમતોત્સવ રાખવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ફાઇનલ ટુર્નામેન્ટના દિવસે જ વરસાદ પડ્યો હતો. એ વાત કરતાં આનંદપ્રિય સ્વામી કહે : ‘વરસાદ ન પડે એવી પ્રાર્થના કરી હતી તોય...’
સ્વામીશ્રી કહે : ‘ભગવાને સારું કર્યું, ઠંડક કરી આપી. ઉકળાટ હતો એટલે ભગવાન ઠંડક કરે ને ! મહારાજની ઇચ્છા એવી હશે, એટલે એવું થયું !’
આનંદપ્રિય સ્વામી કહે : ‘આખું અઠવાડિયું તડકો રાખ્યો ને ફાઈનલમાં જ આવું થયું.’
સ્વામીશ્રી કહે : ‘ગમે તે પરિસ્થિતિમાં ભગવાનનો ગુણ જ લેવો. એમણે ઠંડક કરી. ભગવાનના આશરે બેઠા છીએ એટલે એમની ઇચ્છા પ્રમાણે જ થાય છે અને એમની ઇચ્છા પ્રમાણે જ કરવું.’
Vachanamrut Gems
Gadhadã III-33.6:
Things a Devotee Can't do without
“Even at present, the attachment a devotee has for the ten types of bhakti – engaging in discourses related to God, singing devotional songs, chanting His holy name, etc. – as well as the attachment he has for swadharma, vairãgya, ãtmã-realisation, keeping the company of the Sant and realising the greatness of God is such that he can in no way do without them…”
[Gadhadã III-33.6]